બારડોલી ન. પાલિકા જાગી, 248 ઈમારતના સંચાલકોને ફટકારી નોટીસ

News18 Gujarati
Updated: May 27, 2019, 10:48 PM IST
બારડોલી ન. પાલિકા જાગી, 248 ઈમારતના સંચાલકોને ફટકારી નોટીસ
બારડોલી નગર પાલિકા (ફાઈલ ફોટો)

સુરતની આ હોનારત બાદ પણ બારડોલીના ટ્યૂશન સંચાલકો ફાયર સેફટી ન હોવા છતાં પોતાનો ભૂંડો બચાવ કરી રહ્યા છે.

  • Share this:
કેતન પટેલ, બારડોલી: સુરત નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશમાં હાહાકાર મચાવનાર માનવ સર્જિત અગ્નિકાંડમાં 22 જેટલા ફૂલો ખીલતા પહેલા જ મુર્જાઈ ગયા છે, જેના પગેલ જિલ્લા કલેકટર દ્વારા અપાયેલી સૂચનાના આધારે બારડોલી નગર પાલિકા માત્ર નોટિસો આપી ગર્વ લઇ રહી છે.

સુરતમાં બનેલા અગ્નિકાંડના પગલે જિલ્લા કલેકટર તમામ તાલુકાઓની તાકીદે મિટિંગમાં કડક પણે સૂચના આપી હતી કે, આવી હોનારતનું પુનરાવર્તન જિલ્લામાં તાલુકા કક્ષાએ કોઈ સ્થળે ન સર્જાય એવી સૂચનાથી બારડોલી નગર પાલિકા દ્વારા 248 જગ્યાએ નોટિસો ફાળવવામાં આવી હતી. જોકે સુરતની આ હોનારત બાદ પણ બારડોલીના ટ્યૂશન સંચાલકો ફાયર સેફટી ન હોવા છતાં પોતાનો ભૂંડો બચાવ કરી રહ્યા છે.

બારડોલી નગર પાલિકા દ્વારા કોમર્શિયલ એપાર્ટમેન્ટ, લોરાઈઝ મકાનો, શાળા-કોલેજો, ટ્યૂશન કલાસીસ તેમજ હોટલો એમ 248 જેટલી મિલકતોની ફાયર સેફટી માટેની નોટિસો આપવામાં આવી છે, અને જો નોટિસ મળ્યાના 3 દિવસમાં ફાયર સેફટી ઉપકરણ વસાવી અને એન.ઓ.સી નહીં લેવામાં આવે તો કાયદેસર તેઓની મિલકત સીલ કરવામાં આવશે.

બારડોલી નગર પાલિકા તંત્ર દ્વારા 248 મિલકતોની નોટિસો પાઠવી 41 જેટલા ટ્યૂશન કલાસીસને પણ જ્યાં સુધી ફાયર સેફટીના ઉપકરણો વસાવી એન.ઓ.સી. ન મેળવી લે ત્યાં સુધી ટ્યૂશન ક્લાસિસો બંધ રાખવા માટે જણાવવામાં આવ્યું છે. સુરતમાં થયેલા અગ્નિકાંડમાં 22 જેટલા નિર્દોષ બાળકો હોમાયા બાદ આજદિન સુધી ગેરકાયદે બાંધકામો અને ટ્યૂશન સંચાલકો સાથે ઉદાસીન રહેલું બારડોલી નગર પાલિકા તંત્ર અચાનક ઘોર નિદ્રામાંથી જાગી ફક્ત નોટિસો ફટકારી વાહવાઈ મેળવવાનું કામ કરી રહી છે, ત્યારે પ્રશ્ન એ થાય કે આ પાલિકા તંત્ર આજ દિવસ સુધી કેમ કોઈ કાર્યવાહી નથી કરી કે પછી સુરતમાં થયેલી હોનારતનું પુનરાવર્તન બારડોલીમાં થાય તેની રાહ જોવાઇ રહી હતી.
First published: May 27, 2019, 10:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading