સુરત : 24 કલાકમાં વધુ 245 વ્યકિતને Corona ચોટ્યોં, 7 દર્દીનાં મોત, કુલ કેસનો આંકડો 7000ને પાર


Updated: July 7, 2020, 8:09 PM IST
સુરત : 24 કલાકમાં વધુ 245 વ્યકિતને Corona ચોટ્યોં, 7 દર્દીનાં મોત, કુલ કેસનો આંકડો 7000ને પાર
સુરતમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા હાહાકાર

વરાછા-કતારગામ સિવાય આ વિસ્તારોમાં પણ કોરોનાના કારણે ચિંતા વધી, જાણો ક્યા વિસ્તારમાં કેટલા કેસ નોંધાયા, કેમ વધી રહ્યા છે કેસ ?

  • Share this:
સુરતમાં (Surat) કોરોનાના (Coronavirus) દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 245 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 204 જયારે ગ્રામીણ વિસ્તારમાં 41 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 7001  પર પહોંચી છે. જયારે આજે 7 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 266 (Deaths of covid 19 in surat) પર પહોંચ્યો છે. તેવામાં આજે 148 દર્દી કોરોનાને માત (covid discharged case) આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે.

આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 245 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 204 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 6098 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 41કેસ સાથે દર્દી સંખ્યા 903પર પહોંચી છે. કુલ દર્દી સંખ્યા 7001 પર પહોંચી ગઈ છે. તેવામાં આજે 7 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 266  થયો છે. જેમાંથી 31 મૃત્યુ જિલ્લાના છે અને 235  શહેર વિસ્તારના છે.

આ પણ વાંચો :  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 778 નવા કેસ,17 દર્દીનાં મોત, સુરતમાં કોરોના બેકાબૂ

આજે શહેરમાંથી 139 જ્યારે જિલ્લામાં આજે 9  દર્દીને રજા આપતા, કુલ 148 દર્દીઓ   કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 4209 જેમાં ગ્રામ્ય વિસ્તારના 435 દર્દી છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 19, વરાછા એ ઝોનમાં 37. વરાછા બી 29  રાંદેર ઝોન 26, કતારગામ ઝોનમાં 40, લીબાયત ઝોનમાં 22, ઉધના ઝોનમાં 13  અને અથવા ઝોનમાં 18 કેસ નોંધાયા.જોકે ગતરોજ કતારગામ ઝોનમાં આજે વધુ દર્દી નોંધાયા છે સાથે   વરાછા બી ઝોન અને રાંદેર ઝોનમાં સાથે અથવા ઝોનમાં પણ દર્દી માં પણ દર્દી માં ઉછાળો આવીયો છે સેન્ટર અને અથવા લીબાયત  પણ દર્દી માં સતત વધારો થઇ રહીયો છે  ત્યારે  તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :  સુરત : કોરોનાના મહત્ત્વપૂર્ણ તબક્કામાં દર્દીઓ માટે 200 વેન્ટિલેટર મળ્યા, 'રામબાણ'ની અછત

જોકે જિલ્લામાં  ચોર્યાસી 12.ઓલપાડ 9 કામરેજ 12 , બારડોલી 4, , માંગરોળ3 અને માંડવી  1,  કેસ નોંધાતા જિલ્લા માં સતત કેસ વધી રહિયા છે  પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાઇરસ આવ્યા બાદ, સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ   પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by: Jay Mishra
First published: July 7, 2020, 8:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading