સુરત : બિસ્કિટની લાલચ આપી 13 વર્ષના તરુણ સાથે યુવકે કર્યું બદકામ

News18 Gujarati
Updated: October 9, 2019, 12:11 PM IST
સુરત : બિસ્કિટની લાલચ આપી 13 વર્ષના તરુણ સાથે યુવકે કર્યું બદકામ
આરોપી યુવક

તરુણે સમગ્ર ઘટનાની જાણકારી પરિવારને આપતા પરિવારે પોલીસ ફરિયાદ કરી, આરોપીની ધરપકડ.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતના વેડરોડમાં સોસાયટીમાં રહેતા યુવાને બિસ્કિટની લાલચ આપી સોસાયટીના કિશોર સાથે બદકામ આચર્યું હતું. જોકે, કિશોરે સમગ્ર ઘટના અંગે પરિવારના વાત કરતા પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી. આ મામલે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલી ત્રિવેણી સોસાયટીમાં રહેતા શ્રમજીવીનો 13 વર્ષીય પુત્ર ગત સાંજે પોતાના ઘર નજીક રમતો હતો. આ સમયે સોસાયટીમાં રહેતો અને મજૂરી કામ કરતો 23 વર્ષનો યુવાન પરેશ સંજયભાઈ કોષ્ટી તેની પાસે આવ્યો હતો અને તેને પોતાની બાઈક પર બેસાડીને સોસાયટીની અલગ અલગ ગલીયોમાં ફેરવ્યો હતો. જે બાદમાં યુવક તેને માખણીયા બિસ્કિટ લેવા માટે દુકાને લઇ ગયો હતો.

બિસ્કિટ લીધા બાદ યુવક તે કિશોરને તેના ઘરની સામે આવેલા ઘરની અગાસીના ટોયલેટમાં લઈ ગયો હતો. અહીં તેણે તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જે બાદમાં કિશોરને બે ત્રણ તમાચા મારીને તેની પાસે બળજબરીથી મુખમૈથુન પણ કરાવ્યું હતું.

કિશોર ત્યાંથી નીકળીને પોતાના ઘરે પહોંચ્યો હતો અને તેના પરિવારના લોકોને સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદમાં કિશોરના પરિવારજનો ચોકબજાર ખાતે દોડી ગયા હતા અને આરોપી સામે ફરિયાદ આપી હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : સુરત : પૂર્વ પતિ અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હોવાની ફરિયાદ
First published: October 9, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading