સુરત : આર્થિક સંકડામણને કારણે 22 વર્ષીય રત્ન કલાકારનો આપઘાત

News18 Gujarati
Updated: October 23, 2019, 4:57 PM IST
સુરત : આર્થિક સંકડામણને કારણે 22 વર્ષીય રત્ન કલાકારનો આપઘાત
આપઘાત કરી લેનાર યુવક

લોનની રિકવરી કરવા આવેલા લોકોએ યુવકના ઘર બહાર મોટા અક્ષરેથી નોટિસ લખી હતી.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં આર્થિક સંકડામણને કારણે વધુ એક રત્ન કલાકારે જીવન ટૂંકાવ્યું છે. બેન્કના હપ્તા ન ભરી શકતા યુવકે આપઘાત કરી લીધો છે. યુવકે ગળેફાંસો ખાઈને પોતાના ઘરે જ આપઘાત કરી લીધો હતો.

મળતી માહિતી પ્રમાણે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા યુવકે મકાનના હપ્તા ન ભરી શકવાને કારણે આપઘાત કરી લીધો હતો. જે બાદમાં બેંક તરફથી યુવકના ઘરે નોટિસ લગાવવામાં આવી હતી. જે બાદમાં યુવકે આવું પગલું ભર્યું હતું.

આપઘાત કરી લેનાર 22 વર્ષીય યુવક નયન રમેશ લખાણીયા અમરોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલી મંગલમ રેસિડેન્સીમાં રહેતો હતો. નયને LIC HFL બેંકમાંથી લોન લીધી હતી. જેના હપ્તા તે ચુકવી શક્યો ન હતો. જે બાદમાં બેંક તરફથી તેના ઘરની બહાર નોટિસ લખવામાં આવી હતી. બીજી તરફ હીરા ઉદ્યોગમાં મંદી આવવાને કારણે યુવક હપ્તા ચુકવી શકવામાં અસમર્થ બની ગયો હતો.

બેંક તરફથી યુવકના ઘર બહાર લખવામાં આવેલી નોટિસ.


બેંકે મોટા અક્ષરે નોટિસ મારી

મળતી માહિતી પ્રમાણે બેંકને હપ્તા ચુકવવામાં નિષ્ફળ રહ્યા બાદ બેંક તરફથી ઉઘરાણી કરવામાં આવી હતી. લોનની રિકવરી કરવા આવેલા લોકોએ યુવકના ઘર બહાર મોટા અક્ષરેથી નોટિસ લખી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવકે આઘાતમાં આવીને આપઘાત કરી લીધો હતો.આ પણ વાંચો : સુરત : મહિલાએ ખેડૂત સાથે ફોનમાં મીઠી મીઠી વાતો કરીને મળવા બોલાવ્યો અને...

નયન તેના માતાપિતા સાથે ફ્લેટમાં રહેતો હતો. મળતી માહિતી પ્રમાણે નયનના પિતા તેના લગ્ન માટે કોઈ સારી છોકરીની શોધમાં હતા. પરંતુ વિધાતાને કદાચ આવું મંજૂર નહીં હોય. દીકરા ધામધૂમથી લગ્ન કરવાને બદલે હવે પિતાએ જુવાનજોધ દીકરાને કાંધ આપવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો : પ્રેમમાં નડતરરૂપ પતિને મારવા પત્નીએ ઘડ્યો પ્લાન, પતિ-પ્રેમીનું બંનેનાં મોત
First published: October 23, 2019
વધુ વાંચો
अगली ख़बर