સુરત : ફરી વકર્યો Corona, 24 કલાકમાં 298 નવા દર્દી, અઠવા સાથે કામરેજમાં કેસ વધ્યા


Updated: September 22, 2020, 8:34 PM IST
સુરત : ફરી વકર્યો Corona, 24 કલાકમાં 298 નવા દર્દી, અઠવા સાથે કામરેજમાં કેસ વધ્યા
સુરતમાં જિલ્લામાં કેસ વધતા તંત્રી ઊંઘ હરામ

સુરતીઓ સાવધાન, જાણો ક્યા ક્યા વિસ્તારમાં કેસ વધ્યા, સંક્રમણ ફરી પ્રસરાતા આરોગ્ય તંત્રની ઊંઘ હરામ

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના દર્દી (Surat corona cases) સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 298 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 179 જયારે ગ્રામીણ વિસ્તારમાં 119 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા  26454 પર પહોંચી છે. જયારે આજે 3 લોકોના કોરોનાથી (Surat coronavirus deaths) મોત સાથે મરણ આંક 901 પર પહોંચ્યો છે, તેવામાં આજે 284  દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

લોકડાઉનમાં (LOckdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 298 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 179  કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 20084 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 119  કેસ સાથે દર્દી સંખ્યા 6736 પર પહોંચી છે.

આ પણ વાંચો :   સુરત : 1 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, યુવાધનને બરબાદ કરવાના કાવતરાનો પર્દાફાશ

કુલ દર્દી સંખ્યા 26820 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 3 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 901  થયો છે. જેમાંથી  239 મૃત્યુ જિલ્લાના છે અને 662 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 189 જ્યારે જિલ્લામાં આજે 95  દર્દીને રજા આપતા, કુલ 284 દર્દીઓ  કોરોનાને (Corona recovery rate) માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 23415 જેમાં ગ્રામ્ય વિસ્તારના 5466  દર્દી છે.

શહેરમાં ક્યા કેટલા કેસ :  આજે સેન્ટ્રલ ઝોન 14 , વરાછા એ ઝોનમાં 17. વરાછા બી 2  19  રાંદેર ઝોન 30  કતારગામ ઝોનમાં 29 લીબાયત ઝોનમાં 14, ઉધના ઝોનમાં 13 અને અથવા ઝોનમાં 43 કેસ નોંધાયા છે. આમ કતારગામ (Katargam) પછી સૌથી વધુ કેસ અઠવા ઝોનમાં નોંધાયા છે.જોકે જિલ્લામાં  ચોર્યાસી 22, ઓલપાડ 4, કામરેજ 30 ,  પલસાણા 18 બારડોલી 9 ,મહુવા 3 માંડવી 12 અને માંગરોળ 19 અને ઉમરપાડા 2  કેસ મળીને કુલ 119 કેસ જિલ્લામાં નોંધાયા છે. આમ જિલ્લાના કેસની સંખ્યામાં વધારો થયો છે.

આ પણ વાંચો :  રાજ્યમાં Coronaના 1402 નવા કેસ, 1321 દર્દી સાજા થયા, રિકવરી રેટમાં સતત વધારો

ગુજરાતનો પોઝિટિવિટી રેટ માત્ર 3.25 ટકા : રૂપાણી

દરમિયાન આજે યોજાયેલા વિધાનસભાના ચોમાસું સત્રમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યારસુધીમાં 38 લાખ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 1.26 લાખ દર્દી જ પોઝિટિવ નોંધાયા છે એટલે કે રાજ્યનો પોઝિટિવિટી રેટ ખૂબ ઓછો છે. રાજ્યનો 3.25 ટકા જેટલો પોઝિટિવિટી રેટ છે. હું વિરોધ પક્ષને પણ અરપીલ કરું છું કે પ્રજા ખૂબ ગભરાઈ ગઈ છે. આપણે સાથે મળીને આ સંકટમાંથી તેમને ઉગારીએ.

આ પણ વાંચો :  સુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ
Published by: Jay Mishra
First published: September 22, 2020, 8:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading