સુરત: તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમના મોતનો મામલો, આરોપી દિનેશ વેકરીયા નવ મહિને ઝડપાયો


Updated: February 11, 2020, 9:05 PM IST
સુરત: તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમના મોતનો મામલો, આરોપી દિનેશ વેકરીયા નવ મહિને ઝડપાયો
ફાઈલ ફોટો

ગેરકાયદે બાંધકામ કરી ક્લાસીસ ચલાવવા ભાડે આપ્યું હતું, આ ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોની પોલીસે કરી છે ધરપકડ

  • Share this:
સુરતમાં એકએવી ઘટના બની હતી જે લોકોને જિંદગી ભર યાદ રહશે સુરતના છેવાડે આવેલ સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં ગત 24મી મે 2019ના રોજ ભીષણ આગ ફાટી નીકળી હતી.જેમાં 22 માસૂમોના મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટના બાદ પોલીસે ગુનો નોંધીને ફાયરબ્રિગેડ, એસએમસીના અધિકારીઓ, બિલ્ડર, જીઈબી અને ક્લાસીસના સંચાલક સહિતના કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર ઘટનામાં ગેરકાયદેસર બાંધકામ કરી ક્લાસીસ ચાલવા આપનાર આ જગ્યાનો મલિક છેલ્લા લાંબા સમયથી ભાગતો ફરતો હતો, ત્યારે આ માલિક દિનેશ વેકરિયાને આજરોજ ક્રાઈમ બ્રાન્ચે બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પડ્યો છે.

સુરતમાં આજથી નવ મહિના પહેલા સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષીશલામાં સાંજે આગ લાગી હતી. જેમાં ત્રીજા માળે આવેલા ક્લાસીસમાં બાળકો ફસાઈ ગયા હતા, કેટલાક બાળકો પોતાનો જીવ બચવા માટે બિલ્ડિંગ પરથી કૂદી પડ્યા હતા, તો કેટલાક લોકો આ બિલ્ડિગમાં ફસાઈ જતા ગુંગળાઈ જતા મોત થયું હતું. આ ઘટનાથી માત્ર સુરત જ નહી પૂરા દેશમાં ભારે ચર્ચા ઉભી થઈ હતી. પોલીસે 22 બાળકોના મોતના પગલે ફરિયાદ નોંધી આ ઘટનાના જવાબદાર લોકો સામે ફીરીયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ફાયરના અધિકારી મનપાના અધિકારી સાથે કલાસીના સંચાલક અને બિલ્ડર સાથે જીઇબીના અધિકારી માંડીને 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પણ આ ઘટનામાં ગેરકાયદેસર બાંધકામ કરીને કલાસીસને મિલકત ભાડે આપનાર દિનેશ વેકરીયા છેલ્લા નવ મહિનાથી પોલીસ પકડમાં નહી આવીને સતત ભાગતો ફરતો હતો.

જોકે સુરતની ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, હાલમાં સુરત જિલ્લા કામરેજ વાલકગામની બાજુમાં રોયલ ટાઉનશીપ નજીક અવધ રેસિડેન્સીમાં ડી 304માં રહેતા દિનેશ કાનજી વેકરીયા મૂળ વતન રબારીકા ગામ તાલુકો ઉપલેટા ગામ ખાતે છે, જેથી રાજકોટ પોલીસની મદદથી તેને ઝડપી પાડીને સુરત ખાતે લઇ આવવામાં આવ્યો હતો અને આજરોજ તેની ધરપકડ કરીને વધુ તપાસ માટે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ પણ મેળવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.

આ ઘટનામાં પોલીસે ઘટના બાદ જે રીતે તપાસ શરુ કરી હતી, જેમાં મૌખિક, દસ્તાવેજી, સાંયોગીક તેમજ વૈજ્ઞાનિક પુરાવાના આધારે તક્ષશિલા આર્કેડમાં સ્માર્ટ ડિઝાઈન સ્ટુડિયો ટ્યુશન ક્લાસીસ ચલાવવા ભાડે આપનાર માલિકો, ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસના ફાયર ઓફિસર, ગેરકાયદેસર વીજકનેક્શનની ચકાસણી ન કરી ફરજમાં બેદરકારી દાખવનાર ડીજીવીસીએલના નાયબ ઈજનેર, તક્ષશિલા આર્કેડના ત્રીજા માળે બંધાયેલ બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે રજૂ કરેલા પ્લાન સ્થળ સ્થિતી સાથે સુસંગત ન હોવા છતાં ઈમ્પેક્ટ ફી મંજૂર કરનાર તથા સર્ટીફિકેટ ઓફ રેગ્યુલાઈઝેશન ઈશ્યુ કરનાર પાલિકાના ઈજનેરો મળી કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
First published: February 11, 2020
વધુ વાંચો
अगली ख़बर