સુરત : 24 કલાકમાં રેકોર્ડબ્રેક 217 વ્યક્તિઓને ચોંટ્યો Corona, વરાછા-કતારગામમાં 'કોરોના બોમ્બ' ફૂટ્યો


Updated: June 29, 2020, 8:01 PM IST
સુરત : 24 કલાકમાં રેકોર્ડબ્રેક  217 વ્યક્તિઓને ચોંટ્યો Corona, વરાછા-કતારગામમાં 'કોરોના બોમ્બ' ફૂટ્યો
સુરતમાં પહેલી વાર 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 200ની પાર ગયો, 6 દર્દીના મોત નીપજ્યા, કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો

સુરતમાં પહેલી વાર 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 200ની પાર ગયો, 6 દર્દીના મોત નીપજ્યા, કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો

  • Share this:
સુરતમાં (surat) કોરોનાના (coronavirus cases) દર્દી સતત વધી (Hike) રહ્યા છે, ત્યારે આજે વધુ217 દર્દીનો (217 corona cases) રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 185 જયારે ગ્રામીણ વિસ્તારમાં  32 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 5055 પર પહોંચી છે, જયારે આજે 6 લોકોના કોરોનાથી મોત (6 deaths) સાથે મરણ આંક 180 પર પહોંચ્યો છે, તેવામાં આજે 185 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા217 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 185 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 4530  જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 32  કેસ સાથે દર્દી સંખ્યા 525 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 5055 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 6 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક180 થયો છે. જેમાંથી 15 મૃત્યુ જિલ્લાના છે અને 165 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી જ્યારે જિલ્લામાં આજે 5 દર્દીને રજા આપતા, કુલ 185 ત્દર્દીઓ   કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3098 થઈ છે. જેમાંથી જિલ્લાના 276 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.


આ પણ વાંચો :  સુરત : પેટ્રોલ પમ્પના કર્મચારીની ચાકૂની અણીએ લૂંટ, 5.27 લાખ રૂ. ભરેલો થેલો ઝૂંટવી લુખ્ખા ફરાર

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?
આજે સેન્ટ્રલ ઝોન 22, વરાછા એ ઝોનમાં 26. વરાછા બી 26 રાંદેર ઝોન 20, કતારગામ ઝોનમાં 54, લીબાયત ઝોનમાં 15, ઉધના ઝોનમાં 5 અને અથવા ઝોનમાં 17 કેસ નોંધાયા.

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં આજે વધુ દર્દી નોંધાયા છે સાથે  વરાછા એ ઝોન વરાછા બી ઝોન અને રાંદેર ઝોનમાં માં પણ દર્દી માં ઉછાળો આવીયો છે સેન્ટર અને અથવા લીબાયત  પણ દર્દી માં સતત વધારો થઇ રહીયો છે  ત્યારે  તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે .

આ પણ વાંચો :   રાજકોટ : સૌરાષ્ટ્રમાં વેપારીઓને છેતરતી અબુડીયા-ટબુડીયા ગેંગ ઝડપાઈ, મોટો પર્દાફાશ

જોકે જિલ્લામાં  ચોર્યાસી 3.ઓલપાડ 6, કામરેજ 15,પલસાણા 1. બારડોલી 3.મહુવા 2.માંડવી 1 ,અને  માંગરોળ 1  કેસ નોંધાતા આજે સુરત ના કામરેજ માં સૌથી વધુ કેસ નોંધાયા છે કોરોના વાઇરસ આવ્યા બાદ, સુરત જિલ્લા સૌથી વધુ કેસ પહેલી વાર નોંધાયા છે જેમાં કામરેજ ખાતે 15 કેસ એક સાથે નોંધાતા  સુંર્ત જિલ્લા આરોગ્ય વિભાગ   પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
First published: June 29, 2020, 7:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading