સુરત: શહેર જિલ્લામાં આપઘાતનો સીલસીલો યથાવત છે. કોઈ આર્થિક સ્થિતિથી પરેશાન થઈ તો કોઈ માનસિક પરેશાન થઈ આપઘાતનું પગલું ભરી રહ્યા છે. ત્યારે આજે એક સુખી સંપન્ન પરિવારની દીકરીએ અચાનક આપઘાત કરી લેતા માતા-પિતા માથે આભ તૂટી પડ્યું હતું અને પુરો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસરા, સુરતના અડાજણ વિસ્તારમાં કાસવજી સોસાયટીમાં રહેતા અને પેટ્રોલ પંપના માલિક મહાવીરસિંહ જાડેજાની 21 વર્ષની દીકરીએ આજે પોતાના ઘરે બેડરૂમમાં પંખે દુપટ્ટો લગાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. દીકરીના મોતના સમાચાર સાંભળી માતા-પિતા આઘાતમાં સરી પડ્યા હતા બેભાન થઈ ગયા હતા.
વિગતે ઘટનાની વાત કરીએ તો, પ્રિયંકાબા નામની 21 વર્ષની યુવતી ઘરે પોતાના બેડરૂમમાં ગઈ હતી, થોડા સમય બાદ પમ તે બહાર ના આવતા પરિવારે દરવાજો ખખડાવ્યો પરંતુ તેનો અવાજ ના આવતા બુમો પાડી પરંતુ કોઈ ઉત્તર ન મળતા પરિવારે દરવાજો ખોલી અંદર જોતા દીકરીએ ગળેફાંસો ખાઈ લીધો હતો, પરિવારના લોકો દીકરીને તત્કાલીક ડોક્ટર પાસે લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ સમાચાર સાંભળતાજ માતા-પિતાના માથે આભ તૂટી પડ્યું અને જવાનજોધ દીકરીના મોતથી માતા-પિતા આઘાતમાં સરી પડી જઈ બેભાન અવસ્થામાં પહોંચી ગયા હતા.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, પ્રિયંકાબા નામની 21 વર્ષની યુવતીના પરિવારે જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી, પ્રાથમિક તપાસમાં પ્રિયંકાબા રાજકોટમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી હતી, અને હાલમાં સુરતની અલગ-અલગ હોસ્પિટલમાં ઈન્ટર્નશિપ કરી રહી હતી, હાલમાં જ તેનું ઈન્ટર્નશિપનું રિઝલ્ટ આવ્યું જેમાં તે ફેઈલ થઈ હતી, જેથી માનસિક તણાવમાં તેણે આપઘાત કર્યો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. આ મામલે પોલીસે હાલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે. ડોકટરોએ જણાવ્યું છે કે, પ્રિયંકાનું મોત શ્વાસ રૂંધાવાથી થયું છે, ગળે ફાંસો લગાવતા શ્વાસ રૂંધાય છે અને વ્યક્તિનું મોત થયું હોય છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર