સુરત : શહેર-જિલ્લામાં Coronaના કેસનો રાફડો, બપોર સુધીમાં જ નવા 197 કેસ, બે ઝોનમાં ચિંતાજનક સ્થિતિ


Updated: September 21, 2020, 2:58 PM IST
સુરત : શહેર-જિલ્લામાં Coronaના કેસનો રાફડો, બપોર સુધીમાં જ નવા 197 કેસ, બે ઝોનમાં ચિંતાજનક સ્થિતિ
સુરતમાં અત્યારસુધીમાં કુલ કેસની દૃષ્ટીએ કતારગામ આગળ પરંતુ અઠવામાં ચિંતાજનક સ્થિતિ

આજે બપોર સુધીમાં શહેર કરતાં જિલ્લામાં કેસની સંખ્યા વધી જતા હવે જિલ્લો પણ સંક્રમણનો શિકાર

  • Share this:
સુરતમાં ફરી કોરોનાના (Surat corona cases) કેસમાં ઉછાળો આવ્યો છે.આજે સવારે સુરત સીટીમાં 95 અને જિલ્લામાં 102 કેસ સાથે નવા 197 કેસ નોંધાયા છે જે સાથે કુલ કેસની સંખ્યા વધીને 26, 429 ઉપર પહોîચી છે. જેમાં સુરત સીટીમાં  19,821 અને જિલ્લા્માં 6608 કેસનો સમાવેશ થાય છે. રાજયમાં સોથી પહેલો કેસ સુરત સીટીમાં અઠવા ઝોનમાં આવ્યો હતો ત્યારબાદ અઠવા ઝોનમાં નહિવત કેસ નોંધાતા હતા. સૌથી સેફ કહેવામાં આવતો અઠવાઝોનમાં (Athawa  zone) હાલમાં કોરોનાઍ જબરજ્સ્ત રાફડા ફાટી નિકળયો છે અને ગણતરીના દિવસોમાં અઠવાઝોન ગઈકાલેની સ્થિતિમાં 3384 કેસ સાથે કતારગામ બાદ બીજા નંબરનો ઝોન વિસ્તાર બની ગયો છે અને જે રીતે કેસો બહાર આવી રહ્યા છે તે જાતા અઠવા ઝોનમાં સોથી વધુ કેસ નોઁધાય તો નવાઈ નહી,

કોરોના વાયરસે વિશ્વમાં ભારે હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ મોટી સંખ્યામાં કેસો આવી રહ્ના છે. કોરોનાની ઍન્ટ્રી ગુજરાત રાજયમાં સોથી પહેલા સુરત શહેરમાં થઈ હતી. અઠવા ઝોન વિસ્તારમાં રહેતા ઉધોગપતિની દીકરીને પહેલો પોઝિટિવ કેસ આવ્યો હતો. ત્યારબાદ ધીરે ધીરે સુરત સહિત રાજયમાં કોરોનાના કેસો નિકળવા લાગ્યા હતા. અને અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બન્યું હતું જાકે અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવામાં સરકાર અને તંત્રને સફળતા મળી હતી ત્યારે કોરોનાઍ સુરતમાં રાફડો ફાડ્યો હતો.

આ પણ વાંચો :   અમદાવાદા : લુખ્ખા તત્વો હથિયારો લઈને સોસાયટીમાં ઘૂસ્યા મહિલાને માર્યો માર, CCTVમાં આતંક કેદ

રાંદેર,  લિંબાયત, સેન્ટ્રલ બાદ કતારગામ ઝોનમાં જબરજસ્ત કોરોનાïનો વિસ્ફોટ થયો હતો. રોજના મોટી સંખ્યામાં કેસો આવતા તંત્રની સાથે સરકાર પણ દોડતી થઈ હતી અને કતારગામ ઝોનïમાં કેસને કાબુમાં લેવા માટે ભારે અર્થાગ પ્રયાસો કર્યા હતા જેમાં સફળતા મળી હતી. ત્યારે હવે સુરતમાં સોથી સેફ વિસ્તાર કહેવાતો અને સોથી પહેલો કેસ આવેલ અઠવા ઝોનમાં કોરોનાએ માથુ ઉચક્યું છે.

છેલ્લા કેટલાક દિવસોથી કતારગામ ઝોન વિસ્તારમાં રોજના મોટી સંખ્યામાં કેસો આવી રહ્યા છે. અઠવા ઝોન વિસ્તારમાં ખાણી પીણીની લારી અને હોટલો આવેલી છે અને શનિ અને રવિવારે મોટી સંખ્યામાં લોકો ખાવા માટે ભેગા થતા હોવાથી બંને દિવસે મેઈન રોડ ઉપર આવેલી લારીઓ બંધ કરાવી દીધી છે. છતાંયે સંક્રમણ સતત વધી રહ્યા છે.

આ પણ વાંચો :  સુરત : 'તારે દુકાન ખોલવી હોય તો રૂપિયા આપવા પડશે', વ્યાજખોરોના ત્રાસથી ગેરેજ માલિકનો આપઘાતઅઠવા ઝોનની કોરોનાનો રાફડો ફાટી નિક્યો છે  મનપા દ્વારા ગઈકાલે જાહેર કરવામાં આવેલા કેસની સંખ્યામાં કતારગામ ઝોનમાં 3501 જયારે અઠવા ઝોનમાં 3384 કેસ સાથે બીજા નંબર ઉપર આવી ગયો છે.પરંતુ જે રીતે અઠવા ઝોનમાં કેસો આવી રહ્ના છે તે જાતા આગામી દિવસોમાં કતારગામ ઝોનને પાછળ પાડી અઠવા ઝોનમાં સોથી વધુ કેસો નોધાય તો નવાઈ નહીï, વધુમાં આજે સવારે વધુ 197 કેસો આવ્યા છે જેમાં સુરત સીટીમાં 87 અને જિલ્લામાં 102 કેસ નોîધાયા છે
Published by: Jay Mishra
First published: September 21, 2020, 2:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading