Home /News /south-gujarat /

સુરતમાં તમામ Record તૂટ્યા, 24 કલાકમાં 172 લોકો Coronaની ઝપેટમાં, રત્નકલાકારો સુપર સ્પેડર?

સુરતમાં તમામ Record તૂટ્યા, 24 કલાકમાં 172 લોકો Coronaની ઝપેટમાં, રત્નકલાકારો સુપર સ્પેડર?

સુરત ડાયમંડ એસોસિએશન આવતીકાલે નિર્ણય લેશે

સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા એક અઠવાડિયા માટે ડાયમંડની તમામ ફેકટરીઓ, ઓફિસો, અને બજાર બંધ રાખવા વિચારણા

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 172 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં જયારે ગ્રામીણ વિસ્તારમાં 22 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 3585 પર પહોંચી છે, જયારે આજે 5 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 137 પર પહોંચ્યો છે, તેવામાં આજે 70 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 172 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 150 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 3263 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 22 કેસ સાથે દર્દી સંખ્યા 322 પર પહોંચી છે.કુલ દર્દી સંખ્યા 3585 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 5 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 137 થયો છે. જેમાંથી 5 મૃત્યુ જિલ્લાના છે અને 132 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 65 જ્યારે જિલ્લામાં આજે 5 દર્દીને રજા આપતા, કુલ 70 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2379 થઈ છે. જેમાંથી જિલ્લાના 201 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 16, વરાછા એ ઝોનમાં 19. વરાછા બી 15 રાંદેર ઝોન 13, કતારગામ ઝોનમાં 44, લીબાયત ઝોનમાં 25, ઉધના ઝોનમાં 11 અને અથવા ઝોનમાં 7 કેસ નોંધાયા.

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં દર્દી ઓછા નોંધાયા બાદ આજે સૌથી વધુ દર્દી નોંધાયા છે સાથે-સાથે સુરતના સેન્ટર ઝોન સાથે વરાછા અને લીબાયત અને ઉધના ઝોનમાં પણ દર્દીમાં ઉછાળો આવ્યો છે, ત્યારે સૌથી વધુ દર્દી ડાયમંડ ઉધોગ સાથે જોડાયેલ કર્મચારી વધીર અહીંયા છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જોકે જિલ્લામાં ચોર્યાસી 2, ઓલપાડ 5, કામરેજ 14, અને માંડવી 1 કેસ નોંધાતા કોરોના વાઇરસ આવ્યા બાદ, સુરત જિલ્લા સતત કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.

સુપર સ્પેડર બનેલા રત્ન કલાકારોમાં કોરોના વધુના વકરે તે માટે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા એક અઠવાડિયા માટે ડાયમંડની તમામ ફેકટરીઓ, ઓફિસો, અને બજાર બંધ રાખવા વિચારણા, આવતીકાલે નિર્ણય લેવામાં આવશે.
Published by:kiran mehta
First published:

Tags: Surat coronavirus updates, Surat covid19 cases

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन