સુરત : 'આઈ ડોન્ટ નો વાય, મારી મરજીથી કરું છું,' બીકોમની વિદ્યાર્થિનીનો આપઘાત

સુરત : 'આઈ ડોન્ટ નો વાય, મારી મરજીથી કરું છું,' બીકોમની વિદ્યાર્થિનીનો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

અડાજણ વિસ્તારમાં રહેતી 20 વર્ષની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા હાહાકાર

  • Share this:
સુરત : સુરત શહેરમાં (Surat) મહિલા પીએસઆઈ અમિતા જોશી (PSI Amita suicide case) આત્મહત્યાની ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યા વધુ એક આપઘાતની ઘટનાના કારણે ચકચાર મચી જવા પામી છે. શહેરના અડાજણ (Adajan Surat) વિસ્તારમાં રહેતી એક 20 વર્ષની યુવતીએ ()20 years old girl suicide) પોતાના ઘરમાં આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો છે. વિદ્યાર્થિની બી.કો.મના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને તેણે અગમ્ય સંજોગોમાં આપઘાત કરતા રહસ્ય ઘેરાયું છે. જોકે, પોલીસને બનાવવાળી જગ્યાએથી એક અંતિમ ચિઠ્ઠી મળી આવી છે.

બનાવની વિગત એવી છે કે અડાજણ વિસ્તારમાં આવેલા  આહુરા સોસાયટીમાં રહેતી યુવતીએ આપાઘત કર્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટ માટે ખસેડ્યો હતો. આ વિદ્યાર્થિનીનું નામ વિશ્વા પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, જીણવટભરી તપાસ કરતા સ્થળ પરથી એક સુસાઇડ નોટ મળી આવી હતી.આ પણ વાંચો :  નસવાડી : પિતરાઈ આચાર્યની હત્યા કરનાર શિક્ષકનો આપઘાત, કૂવામાંથી મળ્યો મૃતદેહ

'હું મારી મરજીથી આપઘાત કરું છું કોઈને હેરાન કરતા નહીં'

મૃતક વિશ્વાની મળી આવેલી સુસાઇડમાં નોટમાં સંદિગ્ઘ લખાણ હતું જેમાં તેણે લખ્યું હતું કે 'I Dont know why, હું મારી મરજીથી આપઘાત કરું છું, કોઈને હેરાન કરતા નહી'.  પ્રાપ્ત માહિતી મુજબ વિશ્વા શહેરના વેસુ વિસ્તારમાં આવેલી ડીઆરબી કૉલેજમાં બીકોમ ભણી રહી હતી અને બીકોમના અંતિમ વર્ષમાં હતી.

આ પણ વાંચો :  સુરત : નવી ગાડીનાં RTO રજિસ્ટ્રેશનમાં કૌભાંડ, નકલી સિક્કો મારી કરોડોની ટેક્સ ચોરીની આશંકા

સગાઈ તૂટવાના કારણે અંતિમ પગલું ભર્યુ હોવાની આશંકા

વિશ્વાના પરિવારે પોલીસને જણાવ્યું કે તેની થોડા સમય પહેલાં સગાઈ થઈ હતી અને તે તૂટી ગયા બાદ તે ટેન્શનમાં પણ રહેતી હતી. જોકે, આ શક્યતાઓ નકારી શકાતી નથી કે સગાઈ તૂટવાના કારણે માનસિક રીતે હતાશામાં યુવતીએ જિંદગી ટૂંકાવી અને મોતને વ્હાલું કરી લીધું. જોકે, સત્ય શું છે તે તો પોલીસ તપાસના અંતે જ જાણી શકાશે.
Published by:Jay Mishra
First published:December 06, 2020, 16:43 pm

ટૉપ ન્યૂઝ