Home /News /south-gujarat /

સુરત: નરાધમે 13 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, પ્રેગ્નેન્ટ થતાં તરછોડીને ભાગી ગયો

સુરત: નરાધમે 13 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, પ્રેગ્નેન્ટ થતાં તરછોડીને ભાગી ગયો

પોલીસે આરોપીની ધરપકડ કરી.

કિશોરીએ પરિવારને આપવીતી જણાવી કે, સોસાયટીમાં રહેતો વિકાસ લગ્નની લાલચ આપીને અવારનવાર શારીરિક સંબંધ બાંધતો હતો.

સુરત: સુરત શહેરના સરથાણા ખાતે આવેલી એક સોસાયટીમાં રહેતા યુવાને પોતાની જ સોસાયટીની 13 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદમાં કિશોરીને લગ્ન (Marriage promice)ની લાલચ આપીને શારીરિક સંબંધ (Physical relation) બાંધ્યા હતા અને કિશોરીને પ્રેગ્નેન્ટ બનાવી દીધી હતી. કિશોરીને ગર્ભ રહી ગયાની જાણ થયા બાદ યુવાન કિશોરીને તરછોડીને ભાગી ગયો હતો. કિશોરીના પરિવારે આ મામલે ફરિયાદ નોંધાવા પોલીસે યુવાનની ધરપકડ કરી છે.

સુરતમાં દુષ્કર્મની ફરિયાદ સતત સામે આવી રહી છે. તેમાં પણ નાની વયની છોકરીઓને લગ્નની લાલચ આપીને તેમની સાથે શારીરિક સંબંધ બાંધીને તરછોડી દેવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. આ કેસમાં કિશોરી પ્રેગનેન્ટ થયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આ કેસમાં પીલીસે હવસખોર ઈસમની ધરપકડ કરી છે. સુરતમાં આ પહેલા આવા અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: રળિયામણો રિવરફ્રન્ટ બન્યો સુસાઇડ પોઇન્ટ? દર ત્રણ દિવસે આપઘાતનો એક બનાવ

મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા લસકાણા નજીકની એક જ સોસાયટીમાં રહેતો મૂળ મધ્ય પ્રદેશનો વતની એવા 20 વર્ષીય વિકાસને સોસાયટીમાં રહેતી 13 વર્ષની કિશોરી સાથે આંખ મળી ગઈ હતી. યુવાને કિશોરીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે લગ્નની લાલચ આપીને અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા.

આ પણ વાંચો: જૂનાગઢ: ફરી એક યુવક લગ્ન બાદ થયો લૂટેરી દુલ્હનનો 'શિકાર', લગ્નના સાત જ દિવસમાં યુવતી રફુચક્કર

જે બાદમાં કિશોરી ગર્ભવતી બની હતી. કિશોરીને ગર્ભ રહી ગયાનું જાણીને આરોપી તેણીને તરછોડીને ભાગી ગયો હતો. આ મામલે પરિવારને ખબર પડતા પરિવારે કિશોરીની પૂછપરછ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદને મળ્યાં કુંવારા નગર'પતિ': સંઘ સાથે જોડાયેલા કિરીટ પરમાર રહે છે છાપરાવાળા મકાનમાં

કિશોરીએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં જ રહેતો વિકાસ લગ્ન કરી લેવાની લાલચ આપીને તેની સાથે સતત શારીરિક સંબંધ બાંધ્યા હતા. પોતાની દીકરી સાથે બનેલા આ બનાવ બાદ પરિવાર પોલીસ મથક દોડી ગયો હતો અને વિકાસ સામે ફરિયાદ આપી હતી. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Love, Relation, Surat police, Teenager, ગુનો, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन