સુરતમાં આર્થીક ભીંસના કારણે યુવકનો આપઘાત, બે માસથી હતો પથારીવશ

News18 Gujarati
Updated: January 22, 2019, 11:27 AM IST
સુરતમાં આર્થીક ભીંસના કારણે યુવકનો આપઘાત, બે માસથી હતો પથારીવશ
પ્રતિકાત્મક તસવીર

અકસ્માતમાં પગે ફ્રેક્ચર થતાં પથારીવશ થયેલા ડુંભાલના યુવકે ઝેરી દવા પીને જીવનને ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે.

  • Share this:
અકસ્માતમાં પગે ફ્રેક્ચર થતાં પથારીવશ થયેલા ડુંભાલના યુવકે ઝેરી દવા પીને જીવનને ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. આર્થીક ભીંસના કારણે યુવકે આપઘાત કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ડુંભાલમાં સુમન સિદ્ધ આવાસ ખાતે રહેતા 20 વર્ષીય જયદિપ અશોકભાઇ જાદવે રવિવારે સાંજે ઘરમાં ઝેરી દવા પી લીધી હતી. આ અંગે જાણ થતાં જયદિપસને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મુળ બોટાદનો વતની જયદિપ ટાઇલ્સ ફિટિંગનું કામ કરતો હતો. તેના પિતા શાકભાજી વેચે છે. દરમિયાન બે માસ પહેલા જયદિપને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં પગે ફ્રેક્ચર થતા તે પથારીવશ હતો.

આ પણ વાંચોઃ-દિલ્હી-NCRમાં સવારે 9 વાગ્યે પણ છવાયું અંધારું, વરસાદે ઠંડીમાં કર્યો વધારો

અકસ્માતના કારણે કામે નહીં જઇ શકતા પરિવારમાં આર્થીક તકલીફ પડતી હતી. જેથી ટેન્શનમાં આવી તેને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે લિંબાયત પોલીસે અકસ્માત મોત દાખ કરી તપાસ હાથધરી છે. છેલ્લા કેટલાય સમયથી આર્થીક સંકડામણને કારણે આપઘાતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે.

આ પણ વાંચોઃ-સાપુતારામાં સર્જાયું આહલાદક વાતાવરણ, સહેલાણીઓમાં ખુશીનો માહોલતેમાં પણ પરિવારનું ગુજરાન ચાલવવાની જવાબદારી માથાપર આવી પડતાં આખરે કોઇ રસ્તો નહીં મળવાને લીધે આપઘાત કરી લેતા હોય છે. ત્યારે અન્ય વિકલ્પ અંગે પણ આપઘાત કરતા પહેલા વિચારે તો આવા બનાવો અટકી શકે છે.
First published: January 22, 2019, 11:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading