સુરત : પરપ્રાંતીય મજૂરોની હિજરત વચ્ચે કાપડનાં 20 એકમ શરૂ થતા રાહત


Updated: May 18, 2020, 6:03 PM IST
સુરત : પરપ્રાંતીય મજૂરોની હિજરત વચ્ચે કાપડનાં 20 એકમ શરૂ થતા રાહત
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં પરપ્રાંતીયોની હિજરત વચ્ચે સારા સમાચાર, અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં વિવિંગના 20 એકમો શરૂ થયા.

  • Share this:
સુરત : કોરોના વાયરસ (Coronavirus)ને લઈને ચાલી રહેલા લૉકડાઉન (Lockdown)માં સરકારે છૂટછાટ આપવાનું નક્કી કર્યું છે. સુરતમાંથી દરરોજ હજારોની સંખ્યામાં પરપ્રાંતીયો હિજરત (Migrant Workers) કરી રહ્યા છે ત્યારે શ્રમિકોને રાહત મળતા સમાચાર પ્રાપ્ત થયા છે. શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (Anjali Industrial Estate)માં વિવિંગના 20 એકમો આજે શરૂ થયા છે. એકમો શરૂ કરવા માટે કારખાનેદારોએ બે દિવસ પહેલાં કલેકટરને રજૂઆત કરીને બાંહેધરી આપી છે. અંજની અને તેની આસપાસ સંખ્યાબંધ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓ આવેલી છે. આ વિસ્તાર સાથે પરપ્રાંતીય કારીગર વર્ગ મોટી સંખ્યામાં જોડાયેલા છે. જેઓ પોતાના વતન જઈ શક્યાં નથી, તેઓને અત્યારે રોજગારી મળી રહે તે માટે વિવિંગના એકમો શરૂ કરવામાં આવ્યાં છે.

કોરોના વાયરસને લઈને લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોની હાલત કફોડી બની છે. આ લોકો પાસે કામધંધો નથી એટલું જ નહીં તેમના પાસે પૈસા પણ ખૂટી ગયા છે. આ જ કારણે તેઓ સુરતમાંથી પોતાના વતન ભાગી રહ્યા છે.

આ શ્રમિકો વતન તરફ જાય તો આગામી દિવસોમાં સુરતના કાપડ ઉદ્યોગને સૌથી મોટો ફટકો પડશે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં વિવિગના 20 એકમો આજે શરૂ થયાં છે. કારીગરોને કામ મળે તે માટે વિવિંગના એકમો શરૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની અફવા, બોર્ડેે કહ્યું- વાર લાગશે

આ ઉપરાંત છેલ્લાં બે મહિનાથી મશીનો બંધ હોવાથી સાફ-સફાઈ શરૂ થઈ શકે અને કામ ગતિ પકડે તે માટે કામ શરૂ કરાયું છે. હાલ જેટલા કારીગરો છે તેને સાથે રાખીને કામ શરૂ કરાયું છે. અંજની ઈન્ડસ્ટ્રીયલ વિવિંગના શ્રમિકો અને ખાસ કરીને પરપ્રાંતીયોની ઉદ્યોગ-ધંધા બંધ રહેતા સ્થિતિ ખરાબ થઈ રહી છે. જેથી આ નિર્ણય તેમને રાહત આપનારો છે.

આગામી સમયમાં સરકાર દ્વારા છૂટ મળતા માર્કેટ શરૂ થશે તો ફરી ઉદ્યોગ ધંધા સારી રીતે ધમધમતા થશે અને લાખો લોકોને રોજીરોટી આપતા શહેરમાંથી કોઈને ક્યાંય જવું નહીં પડે. જે રીતે શ્રમિકો હિજરત કરી રહ્યા છે તેમને રોકવા માટે આ ઉદ્યોગો આજથી ફરી એકવાર ધમધમતા થયા છે. આગામી દિવસમાં શહેર બહાર આવેલા કાપડના વિવિંગ ઉદ્યોગ ધમધમતા થાય તેવી તૈયારી કામખાના માલિકો કરી રહ્યા છે.
First published: May 18, 2020, 5:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading