Home /News /south-gujarat /

નવાપુરમાં બદામ સમજી ઝેરી બી ખાઇ જતાં 20 વિદ્યાર્થીઓની તબિયત બગડી, 4 ગંભીર

નવાપુરમાં બદામ સમજી ઝેરી બી ખાઇ જતાં 20 વિદ્યાર્થીઓની તબિયત બગડી, 4 ગંભીર

પ્રતિકાત્મક તસવીર

દક્ષિણ ગુજરાતના નવાપુરના ભાદવડ ગામની સરકારી આશ્રમ શાળાના 20 વિદ્યાર્થીઓએ બદામ સમજીને ચંદ્રજ્યોતી નામના ઝેરી બી ખાઇ લેતા તેમની તબિયત લથડી હતી.

    ન્યૂઝ18 ગુજરાતીઃ દક્ષિણ ગુજરાતના નવાપુરના ભાદવડ ગામની સરકારી આશ્રમ શાળાના 20 વિદ્યાર્થીઓએ બદામ સમજીને ચંદ્રજ્યોતી નામના ઝેરી બી ખાઇ લેતા તેમની તબિયત લથડી હતી. જેમાં ચાર વિદ્યાર્થીઓની હાત ગંભીર હોવાનું જાણવા મળે છે.

    નવાપુર તાલુકાના ભદવડ ગામની સરકારી આશ્રમ શાળામાં અભ્યાસ કરતાં નિશાલ ધર્માદાસ ગાવિત, નયન વિશ્રામ ગાવિત, સહિત મહેશ વળવીએ તા.1ના મંગળવારના રોજ સવારે 11 વાગ્યાના સમયે આશ્રમ શાળાના પાછળ ભાગે રમવા ગયા હતા. ત્યારે ત્યાં ઉગેલા ચંદ્રજ્યોતીના ઝાડ ઉપર બદામ જેવા દેખાતાં ફળના બીને બદામ સમજી ખાધા હતા. બીનો સ્વાદ સારો હોવાથી તેઓએ બીજા વિદ્યાર્થીઓને પણ ખવડાવ્યા હતા.

    થોડા સમય બાદ આ તમામ વિદ્યાર્થીઓ પેટમાં દુખાવાની ફરિયાદ સાથે ઉલટી કરવા માંડ્યા હતા. આશ્રમ શાળાના અધિક્ષક સાગર શ્રીકૃષ્મ ભાંડારકરે આ બાબતે પૂછતાં વિદ્યાર્થીઓએ બદામ જેવા દેખાતાં બી ખાધા હોવાનું જણાવ્યું હતું. મુખ્યધ્યાપક જાદવે 108ને કોલ કરી તાત્કાલિક બપોરે ખાંડબારાના દવાખાનામાંસારવાર અર્થે ખસેડ્યા હતા. ચાર વિદ્યાર્થીઓની હાલત નાજુક જણાંતા તેઓને વધુ સારવાર માટે દાખલ કરતા હતા. તાત્કાલિક સારવાર મળી જવાના પગલે 16 વિદ્યાર્થીઓની હાલત સુધારા પર છે.

    આ પણ વાંચોઃ-સુરતઃ બે સંતાનો સાથે માતાને બાઇક ચાલકે અડફેટે લીધા, પાંચ વર્ષના પુત્રનું મોત

    સારવાર લઇ રહેલા વિદ્યાર્થીઓ
    1 - અર્જુન રેવા ગાવિત (ઉ.વ.14)
    2-કૃણાલ કૃષ્ણા વળવી (ઉ.વ.10)
    3-મનેશ સુરુપસિંગપાડવી (ઉ.વ.10)
    4-સમીર બાવા વળવી (ઉ.વ.10)
    5- અમોલ રવિન્દ્ર વળવી (ઉ.વ.13)
    6- સંતોષ જાલમસિંગ પાડવી (ઉ.વ.12)
    7- ગણેશ દિલીપ ગાવિત (ઉ.વ.10)
    8- નયન વિશ્રામ ગાવિત (ઉ.વ.10)
    9- અંકુશ અનિલ ગાવિત (ઉ.વ.10)
    11- નિશાંત રામદાસ ગાવિત (ઉ.વ.11)
    12- સાહિત મહેશ વળવી (ઉ.વ.10)
    13- રાહુલ કાલુસિંગ પાડવી, (ઉ.વ.14)
    14 - શ્રાવણ કિશન ગાવિત (ઉ.વ.10)
    15- નસીબ કિસમત દેસાઇ (ઉ.વ.13)
    16- ભરત કિશન ગાવિત (ઉ.વ.8)
    17- પીયુષ પ્રકાશ પાડવી (ઉ.વ.8)
    18- રોહિત કાંતિલાલ પાડવી (ઉ.વ.14)
    19- સોહન કૃષ્ણા કોકણી (ઉ.વ.8)
    20- રોહન કૃષ્ણા કોકણી
    Published by:ankit patel
    First published:

    Tags: Bhadavd village, દક્ષિણ ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन