સુરત : આજે એક સાથે 20 શ્રમિક સ્પેશિયલ ટ્રેન રવાના થશે, 32,000 પરપ્રાંતીયો વતનની વાટે


Updated: May 16, 2020, 1:02 PM IST
સુરત : આજે એક સાથે 20 શ્રમિક સ્પેશિયલ ટ્રેન રવાના થશે, 32,000 પરપ્રાંતીયો વતનની વાટે
પ્રતિકાત્મક તસવીર

સુરતમાંથી અત્યારસુધીમાં 10 લાખ પરપ્રાંતીયો વતન જતા રહેતા ઉદ્યોગકારોને સમસ્યા થશે, લૉકડાઉન ખૂલે તો પણ ઉદ્યોગો પૂન: વેગવંતા થતાં વખત લાગશે

  • Share this:
કોરોના વાઇરસને લઈને સુરત માં રોજી રોટી માટે સ્થાઈ થયેલા શ્રમિકો વતન જવાની માંગ સાથે સતત રસ્તા પર ઉતરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તેમને વતન મોકલવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે આજે સૌથી વધુ ટ્રેન સુરત ખાતે થી શ્રમિકોને લઇને વતન જવા માટે નીકળવાની છે. અત્યાર સુધી સૌથી વધુ 14 ટ્રેન શ્રમિકોને લઇને રવાના થઈ છે ત્યારે આજે ચાર રાજ્યો માટે કુલ 20 જેટલી શ્રમિક ટ્રેન સુરત રેલ્વે સ્ટેશનથી રવાના કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એક ટ્રેનમાં હવે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 1600 શ્રમિકો વતન જશે. આજે અત્યારસુધીના સૌથી વધુ એક સાથે 32,000 શ્રમિકો સુરત છોડીને વતન જશે.
કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેવામાં સુરતમાં અલગ અલગ રાજ્યમાંથી રોજી રોટીની તલાશમાં આવીને સુરત ખાતે સ્થાયી થયેલા શ્રમિકો લોકડાઉનને લઇને ઉધોગો બંધ થતા બેકાર બન્યા હતા, ત્યારે તેમની પાસે ખાવા પીવાના સામાન સાથે તેને ખરીદવાના રૂપિયા ન હોવાને લઇને શ્રમિકો વતન જવા માટે અધીરા બન્યા છે.

સતત વતન જવાની માંગણી સાથે રસ્તા પર ઉતરી સતત દેખાવ કરતા હોય છે ત્યારે તંત્ર દ્વારા તેમને વતન મોકલવા માટે સતત  ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જોકે  આ બધાની વચ્ચે અન્ય રાજ્ય તરફથી મંજૂરી નહિ મળતા ટ્રેન રદ કરવામાં આવી હતી.

આજે સુરત થી સૌથી વધુ 20 જેટલી ટ્રેન શ્રમિકોને લઇને વતન જવા નીકળશે જેમાં સુરત શહેરમાંથી ઉત્તરપ્રદેશ,બિહાર,ઓરિસ્સા,ઝારખંડ એમ અલગ અલગ રાજ્યોના શ્રમિકોને  તેમના વતન વાપસી માટે કુલ 20 શ્રમિક ટ્રેન દોડાવવામા આવશે ગઈકાલે યુપી માટે 12 ટ્રેન સાથે બિહાર,ઓરિસ્સા  રાજ્યાનો શ્રમિકો માટે એક   ટ્રેન મળીને  કુલ  14 શ્રમિક ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :  સુરત : બંધ બોડીની ટ્રકમાં 20 શ્રમિકો ભરીને જતો ચાલક ઝડપાયો, વ્યક્તિદીઠ 3000 રૂ.માં પાડ્યો હતો સોદો

અલબત્ત આજે યુપી માટે 12ને બદલે 14 ટ્રેન પ્રયાગરાજ ગોરખપુર મધુબની દોલતગંજ મિર્જાપુર જોનપુર ફરીદાબાદ વારાણસી શ્રમિકોને લઇને ટ્રેન જશે બિહાર તથા ઓરિસ્સા માટે એકને બદલે 2 જેમાં ઓરિસ્સા ગનજામ જયારે  ઝારખંડ માટે બે શ્રમિક ટ્રેન મળીને કુલ 20 ટ્રેન સુરત રેલ્વે સ્ટેશનથી દોડાવવામાં આવશે.અત્યાર સુધીમાં સુરતમાંથી 10 લાખ કારીગરોની થઈ ચૂકી છે હિજરત

સુરત કલેક્ટર કચેરીના આંકડા મુજબ અત્યારસુધીમાં શહેરમાંથી 10 લાખ લોકો હિજરત કરી ચુક્યા છે. સુરત શહેરમાંથી અત્યારસુધીમાં યૂપી બિહાર માટે 4 લાખ શ્રમિકો અને સૌરાષ્ટ્ર તરફ હીરાના 6 લાખ કારીગરો પરિવાર સાથે હિજરત કરી ગયા છે. આમ 10 લાખ કારીગરો સુરત છોડી જતા રહ્યા હોવાથી હવે સુરતને બેઠું કરતા લાંબો સમય લાગશે.
First published: May 16, 2020, 1:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading