Home /News /south-gujarat /

સુરત : 24 કલાકમાં વધુ 88ને ચોંટ્યો Corona, કતારગામ-વરાછામાં ઉછાળો, જાણો - ક્યાં કેટલા કેસ

સુરત : 24 કલાકમાં વધુ 88ને ચોંટ્યો Corona, કતારગામ-વરાછામાં ઉછાળો, જાણો - ક્યાં કેટલા કેસ

પ્રતિકાત્મક તસવીર

સુરતમાં 77 જયારે ગ્રામીણ વિસ્તારમાં 11 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 3395 પર પહોંચી છે

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 88 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 77 જયારે ગ્રામીણ વિસ્તારમાં 11 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 3395 પર પહોંચી છે, જયારે આજે 3 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 131 પર પહોંચ્યો છે, તેવામાં આજે 88 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 88 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 77 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 3095 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 11 કેસ સાથે દર્દી સંખ્યા 300 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 3395 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 3દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 131 થયો છે. જેમાંથી 5 મૃત્યુ જિલ્લાના છે અને 196 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 70 જ્યારે જિલ્લામાં આજે 18 દર્દીને રજા આપતા, કુલ 88 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2275 થઈ છે. જેમાંથી જિલ્લાના 196 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 6, વરાછા એ ઝોનમાં 8, વરાછા બી 12 રાંદેર ઝોન 5, કતારગામ ઝોનમાં 26, લીબાયત ઝોનમાં 10, ઉધના ઝોનમાં3 અને અથવા ઝોનમાં 7 કેસ નોંધાયા.

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં દર્દી ઓછા નોંધાયા બાદ આજે સૌથી વધુ દર્દી નોંધાયા છે સાથે-સાથે સુરતના સેન્ટર ઝોન સાથે વરાછા અને લીબાયત અને ઉધના ઝોનમાં પણ દર્દી માં ઉછાળો આવ્યો છે ત્યારે સૌથી વધુ દર્દી ડાયમંડ ઉધોગ સાથે જોડાયેલ કર્મચારી વધીર અહીંયા છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.જોકે જિલ્લામાં ઓલપાડ 4, કામરેજ 4, પલસાણા 2, અને માંડવી 1 કેસ નોંધાતા કોરોના વાઇરસ આવ્યા બાદ, સુરત જિલ્લા સતત કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat Coronavirus, Surat coronavirus updates, Surat covid cases

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन