Surat news: ગઠિયાઓએ રૂ.20 કરોડની આચરી છેતરપિંડી, ઠગાઈની રીત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ
Surat news: ગઠિયાઓએ રૂ.20 કરોડની આચરી છેતરપિંડી, ઠગાઈની રીત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ
પ્રતિકાત્મક તસવીર
surat latest crime news: સુરતમાં બેંક એકાઉન્ટ બંધ (bank accuont closed) કરાવવાનાં બહાને ઘરે આવેલા ગઠિયાએ હીરા દલાલના દસ્તાવેજો મેળવી બે નકલી કંપની ઉભી કરી હતી. અને તેમાં 20 કરોડ રૂપિયાનું ટ્રાન્જેકશન (Transaction) બતાવી છેતરપિંડી આચરી હતી.
સુરતઃ અત્યારે સામાન્ય લોકોને ઠગવા માટે ગઠિયા (fruad case) આતુર રહેતા હોય છે ત્યારે લોકોને કોઈના કોઈ રીતે હજારો લાખો રૂપિયાનો ચૂનો ચોપડતા હોય છે. પરંતુ સુરતમાં (20 crore rupee fruad) એક 20 કરોડ રૂપિયાની છેતરપિંડીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ છેતરપિંડી કરવા પાછળ ગઠિયાઓએ અપનાવેલી ટ્રીક જાણી પોલીસ હેરાન થઈ ગઈ હતી. સુરતમાં બેંક એકાઉન્ટ બંધ (bank accuont closed) કરાવવાનાં બહાને ઘરે આવેલા ગઠિયાએ હીરા દલાલના દસ્તાવેજો મેળવી બે નકલી કંપની ઉભી કરી હતી. અને તેમાં 20 કરોડ રૂપિયાનું ટ્રાન્જેકશન (Transaction) બતાવી છેતરપિંડી આચરી હતી.
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા હીરા દલાલ ભાવેશભાઇ ગાબાણીનાં ઘરમાં જુન-2019માં અનીશ નામનો ઇસમ આવ્યો હતો. આ ઇસમે ભાવેશભાઈને તેમનું ભાવનગર ખાતેનું આઇ.સી.આઇ.સી.આઇ. બેંકનું એકાઉન્ટ ઘણા સમયથી બિન ઉપયોગી હોય તેને બંધ કરાવવા જણાવ્યું હતું અને જો ચાલુ રહેશે તો તેઓને દર મહીને 500 રૂપિયા દંડ લાગશેનું જણાવ્યું હતું.
જેથી એકાઉન્ટ બંધ કરાવવા માટે ગઠિયો હીરા દલાલનાં પાનકાર્ડ, આધારકાર્ડ તથા લાઇટ બીલની ઝેરોક્ષ લઇ ગયો હતો. આ દસ્તાવેજનો ખોટો ઉપયોગ કરીને બોગસ ઇ-મેઇલ આઇડી બનાવી તેમજ બોગસ ‘નો ઓબ્જેકશન સર્ટીફીકેટ’ બનાવી હીરા દલાલના પિતાની ખોટી સહી કરી દસ્તાવેજો ઉભા કર્યા હતા.
ત્યારબાદ જીએસટી નંબર મેળવવા ગાબાણી એન્ટરપ્રાઈઝ અને નેશનલ એન્ટરપ્રાઈઝ નામની ખોટી કંપની ઉભી કરી હતી. આ કંપનીના નામે એક કાપડના વેપાર માટે અને એક ભંગારનાં વેપાર માટેનાં બે જીએસટી નંબર લીધા હતા. વર્ષ 2021નાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં વીસ કરોડનું ટ્રાન્જેક્શન બતાવ્યું હતું.
વર્ષ 2022માં ભાવેશભાઈ રીટર્ન ભરવા CA પાસે જતા તેઓની સમગ્ર મામલાની જાણ થઇ હતી. ફરીયાદી હીરા દલાલે જણાવ્યું હતું કે, તેઓના પિતા છેલ્લા ૧૫ વર્ષથી મંદિરમાં સેવા આપે છે અને ગુજરાતી પણ સરખું લખતા નથી આવતું. જેની આ ઠગબાજે અંગેજીમાં સહી કરી હતી.
તેઓએ સમગ્ર મામલે અનીશ નામના ઈસમ સામે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જોકે ફરિયાદ થતાં ની સાથે જ સુરત સાયબર પોલીસ દ્વારા આ મામલે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
અને આજે પ્રકાર નો આખો ભાગ છે તેમાં કોણ કોણ સંડોવાયેલું છે કેવી રીતે આખુ પણ કરવામાં આવી છે તમામ મુદ્દાઓની પૂર્વક તપાસ સુરત દ્વારા શરૂ કરવામાં આવી છે આ મામલે આગામી દિવસમાં મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ પણ સાયબર સેલના અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર