સુરત: સરે આમ અધધધ... 20 કરોડના હીરાની લૂંટ, ઘટના CCTVમાં કેદ

News18 Gujarati
Updated: March 15, 2018, 4:23 PM IST
સુરત: સરે આમ અધધધ... 20 કરોડના હીરાની લૂંટ, ઘટના CCTVમાં કેદ
વિસ્તાર એટલો ભીડભાડવાળો હોય છે કે, શાંતીથી ચાલવું પણ મુશ્કલ બની જાય છે...

વિસ્તાર એટલો ભીડભાડવાળો હોય છે કે, શાંતીથી ચાલવું પણ મુશ્કલ બની જાય છે...

  • Share this:
સુરતમાં માણસોથી ધમધમતા વિસ્તાર કતારગામમાં લૂંટારૂઓએ મોટો હાથ મારી અધધધ... 20 કરોડના હીરીની લૂંટ કરતા સુરતના તમામ હીરા માર્કેટમાં ચકચાર મચી ગઈ છે. આટલી મોટી લૂંટ થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, સુરતના કતારગામના ભીડભાડવાળા વિસ્તારમાં ગઈ કાલે સાંજે 7:30 કલાકે સરે આમ બે-ત્રણ લૂંટારૂઓએ અંદાજીત 20 કરોડના હીરાની લૂંટ ચલાવી આ સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ સીસીટીવીમાં લૂંટારૂઓ બેગ લઈ ભાગતા હોય તેવું દેખાઈ આવે છે.

સૌથી મહત્વની વાત એ છે કે, જે વિસ્તારમાં આવડી મોટી લૂંટ થઈ તે, વિસ્તાર એટલો ભીડભાડવાળો હોય છે કે, શાંતીથી ચાલવું પણ મુશ્કલ બની જાય છે, ત્યારે ત્રણ-ચાર લૂંટારૂઓએ આવા વિસ્તારમાં આટલી મોટી લૂંટની ઘટનાને અંજામ આપ્યો. આ હીરા સુરતની ગ્લૂ સ્ટાર કંપનીના હતા.

પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ પણ લૂટારૂ ટોળકીને પકડવા દોડાદોડ કરી રહી છે. આટલીબધી રકમના હીરાની ચોરીથી પુરા શહેરમાં ચકચાર મચી ગઈ છે. લૂંટારૂઓને પકડવા સુરત પોલીસની સાથે, સુરત ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી સહિતના ઉચ્ચે અધિકારીઓ કામે લાગી ગયા છે. હાલમાં પુરા પોલીસ તંત્રએ અલગ-અલગ ટીમ બનાવી લૂંટારૂઓને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે. પરંતુ ઘટનાને 24 કલાક ઉપરનો સમય વીતી ગયો હોવા છતાં પોલીસના હાથે કઈં લાગ્યું નથી. હલમાં પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓની કડી મેળવવાના પ્રયાસમાં લાગી છે.

શું હતી ઘટના?

સુરત શહેરમાં આવેલ ગ્લૂ સ્ટાર કંપનીના હીરાના વેપારી વિજય મિયાણી સાંજના 7.30 કલાકે કતારગામ વિસ્તારમાં થઈ હીરા સેફ ડિપોઝીટમાં મુકવા આશ્રમરોડ જઈ રહ્યા હતા. તે સમયે કતારગામના ભીડભાડવાળા વિસ્તારમાં અચાનક બે-ત્રણ વ્યક્તિઓએ તેમની પર હુમલો કરી દીધો અને એર ગનની અણીએ તેમની પાસેથી હીરા ભરેલી બેગ ઝુંટવી લીધી અને બે રાઉન્ડ ફાયરીંગ પણ કર્યું અને એક- દોઢ કિમી દોડીને ભાગ્યા. આ સમગ્ર ઘટના નજીકમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
First published: March 15, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading