Home /News /south-gujarat /

OLX ઉપર લેપટોપ વેચવા મુકવું સુરતના યુવકને પડ્યું ભારે, ગુમાવ્યા 2.46 લાખ

OLX ઉપર લેપટોપ વેચવા મુકવું સુરતના યુવકને પડ્યું ભારે, ગુમાવ્યા 2.46 લાખ

ગઠિયાએ લેપટોપ કુરિયરમાં મંગાવી લેવાસાથે વિવિધ ચાર્જના સામે 76000 પડાવી યુવક પાસેથી રૂ. 2.46 લાખ પડાવી લીધા હતા.

ગઠિયાએ લેપટોપ કુરિયરમાં મંગાવી લેવાસાથે વિવિધ ચાર્જના સામે 76000 પડાવી યુવક પાસેથી રૂ. 2.46 લાખ પડાવી લીધા હતા.

    ન્યૂઝ18ગુજરાતીઃ અત્યારે હવે ખરીદ અને વેચાણ માટે ઓનલાઇ પ્લેટફોર્મના રાફડા ફાટી નીકળ્યા છે. ત્યારે લોકો ઓનલાઇન છેતરપીંડિના ભોગ પણ વધુ બને છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. OLX ઉપર લેપટોપ વેચવા મુકનારો કતારગામનો યુવક છેતરપિંડીનો ભોગ બન્યો હતો. ગઠિયાએ લેપટોપ કુરિયરમાં મંગાવી લેવાસાથે વિવિધ ચાર્જના સામે 76000 પડાવી યુવક પાસેથી રૂ. 2.46 લાખ પડાવી લીધા હતા.

    મળતી માહિતી પ્રમાણે કતારગામમાં ગજેરા સ્કૂલની પાછળ લક્ષ્મી સોસાયટીમાં રહેતા 22 વર્ષીય બૌમિક દિનેશભાઇ રૂડાણી ઇચ્છાપોરની બ્રેડ બનાવતી કંપનીમાં જોબ કરે છે. ભૌમિકને તેના કાકાએ એચપી કંપનીનું લેપટોપ આપ્યું હતું. જોકે, કેટલાંક ફિચર્સ પસંદ નહિં આવતા ભૌમિકે આ લેપટોપ ઓનલાઇન OLX ઉપર વેચવા મુક્યું હતું.

    દરમિયાન ભૌમિકના વોટ્સએપ નંબર ઉપર અજાણ્યા નંબર ઉપરથી મેસેજ આવ્યો હતો. મેસેજ કરનારે ડોનિશ કાર્ટર જેમ્સે પોતે યુએસએમાં રહેતા હોવાનું જણાવી ભૌમિકને વિશ્વાસમાં લીધો હતો. રૂ. 1.70 લાખમાં લેપટોપનો સોદો પણ નક્કી થઇ ગયો હતો. ડોનિસે બેંગ્લોરમાં દીકરો રહે છે એમ કહી બેગ્લોરના એડ્રેસ ઉપર લેપટોપ કુરિયરમાં મોકલવાની વાત કરી હતી. લેપટોપમાં જીએસટીની ટ્રાન્સફર ફી સહિતના વિવિધ ચાર્જ લગાવી વધુ રૂ. 76 હજાર બેન્ક એકાઉન્ટમા જમા કરાવ્યા હતા.

    જોકે, બદામાં વધુ 30 હજાર મંગાવતા ભૈમિકને શંકા ગઇ હતી. તેને લેપટોની રકમ માંગતા આપવામાં આનાકાની કરાઇ હતી. આખરે ચીટિંગનો ભોગ બનેલા ભૌમિકે ફરિયાદ આપતા કતારગામ પોલીસે ડોનિશ કાર્ટર સામે ઠગાઇનો ગુનો નોંધ્યો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: CYBER CRIME, OLX, દક્ષિણ ગુજરાત, સુરત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन