સુરત : કન્સ્ટ્ર્કશન કંપનીના BOBના ખાતામાંથી ગઠિયાઓ 1.71 કરોડ રૂપિયા સેરવી ગયા, લાલબત્તી સમાન કિસ્સો

સુરત : કન્સ્ટ્ર્કશન કંપનીના BOBના ખાતામાંથી ગઠિયાઓ 1.71 કરોડ રૂપિયા સેરવી ગયા, લાલબત્તી સમાન કિસ્સો
પ્રતિકાત્મક તસવીર

હવે બેન્કના ખાતામાં પણ પૈસા સલામત નથી? સુરતનો આ કિસ્સો લાલબત્તી સમાન છે, ઑનલાઇન બેન્કિંગ વાપરતા અને લાખો રૂપિયાનો વ્યવહાર કરતા ખાતા ધારકો માટે ચેતવણીરૂપ કિસ્સો

  • Share this:
ભટારમાં યુનીક (surat) હાઉસમાં આવેલ અને સુરત મહાનગરપાલિકાના મોટાગજાના (SMC) બ્રીજના કોન્ટ્રાકટર યુનીક કન્સ્ટ્રકશનના (unique construction) બેન્ક ઓફ બરોડામાં (Bank of baroda) આવેલ કરન્ટ ઍકાઉન્ટ અને કેશ ક્રેડિટ ઍકાઉન્ટ હેક (Hacked bank account) કરી ભેજાબાજાઍ અલગ અલગ ખાતામાં આરટીજીએસ (RTGS) અને ઍનઈઍફટી (NEFT) મારફતે કુલ રૂપિયા 1.71 કરોડની રકમ ટ્રાન્સફર (Cheating of 1.71 crores) કર્યા બાદ ઉપાડી લીધા હતા. ભેજાબાજાઍ બેન્ક ઍકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલ મોબાઈલ નંબર પણ બંધ કરાવી દીધો હતો. આટલી મોટી રકમ ટ્રાન્સફર કરી ઉપાડી લેતા યુનિક કન્ટ્રકશનના માલીકો દોડતા થયા હતા અને તાબડતોડ બનાવ અંગે ફરિયાદ નોધાવતા સાયબર ક્રાઈમ પોલીસે (surat cyber crime Police) ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે  શહેરના અડાજણ પાલનપોર કોરલ હાઈટ્સમાં રહેતા મૂળ અમરેલીના ચીત્તલ રોડના વતની પ્રિયંક ચતુર પટેલ ભટારમાં ભટાર ટ્રેડ સેન્ટરની પાછળ યુનીક હાઉસમાં આવેલ પરેશ રામજીભાઈ પટેલના યુનીક કન્સ્ટ્રકશનમાં ઍકાઉન્ટન્ટ તરીકે છેલ્લા છ વર્ષથી નોકરી કરે છે. યુનીક કન્સ્ટ્રકશનનું બેન્ક ઍકાઉન્ટ બેન્ક ઓફ બરોડા ભટાર રોડ શાખામાં છે. જેમાં કરન્ટ અકાઉન્ટ અને કેશ ક્રેડીટ ઍકાઉન્ટ છે. આ બંને ઍકાઉન્ટ નેટ બેકિંગ કરાવ્યા છે. જેના યુઝરનેમ અને પાસવર્ડ પ્રિયંક પટેલ પાસે રહેતા હતા.આ પણ વાંચો :  સુરત : બપોર સુધીમાં 134 નવા coronaના કેસ નોંધાયા, ફક્ત જિલ્લામાં જ 4નાં મોતથી હાહાકાર

તેમજ ઍકાઉન્ન્ટમાં રજીસ્ટર કરાયેલ મોબાઈલ નંબર પણ તેમની પાસે જ રહે છે. પ્રિયંકભાઈ પટેલે ગઈકાલે સવારે અગિયાર વાગ્યે બંને ઍકાઉન્ટનું સ્ટેટમેન્ટ ચેક કરવા માટે નેટ બેકિંગ ઓપન કરતો હતો પરંતુ નેટ બેકિંગ ઓપન થયુ ન હતુ. જેથી તાત્કાલિક બેન્કમાં જઈ મેનેજરને મળી નેટ બેકિંગ ઓપન થતુ નથી હોવાની જાણ કરી ઍકાઉન્ટ ચેક કરતા ચોકી ઉઠ્યા હતા.

કોઈ ભેજાબાજાઍ ગત તા 26મીના રવિવારથી 27મીના સોમવારના અગિયાર વાગ્યાના સમયગાળામાં અલગ અલગ ઍકાઉન્ટમાં ઍનઈઍફટી અને આરટીજીઍસ મારફતે કુલ રૂપિયા 1,71,80, 012 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પ્રિયંકભાઈઍ પોતે કોઈ રકમ ટ્રાન્સફર કરી નથી. પ્રિયંકભાઈઍ બેન્ક ઍકાઉન્ટમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર ચેક કરતા મોબાઈલ નંબર બંધ આવતો હતો. તેમજ ઍ નંબર પરથી ફોન કરવાનો પ્રયાસ કરતા નોટ રજીસ્ટર નેટવર્ક બતાવતું હતું.

આ પણ વાંચો :  અમદાવાદ-વડોદરા Express way પર બાઇક ચાલક ઘૂસી ગયો, સત્તાધીશોની લાલિયાવાડીનો Viral Video

કોઈ ભેજાબાજાએ યુનીક કન્સ્ટ્રકશનના બેન્ક કરન્ટ અને કેશ ક્રેડિટ ઍકાઉન્ટ હેક કરી તેમાંથી પૈસા ટ્રાન્સફર કરી ઉપાડી છેતરપિંડી કરી હોવાનુ બહાર આવતા પ્રિયંક પટેલ દોડતા થયા હતા પ્રિયંકે ઓફિસમાં જઈને આ અંગેને જાણ કર્યા બાદ પોલીસ કંટ્રોલમાં ફોન કરી જામ કરવાની સાથે બેન્કમાં પણ ફરિયાદ કરી હતી. બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે પ્રિયંક પટેલની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુનીક કન્ટ્રસ્ટ્રકશન સુરત મહાનગરપાલિકામાં બ્રીજ સહિતના કોન્ટ્રાકટ રાખે છે.
Published by:Jay Mishra
First published:July 28, 2020, 18:20 pm

ટૉપ ન્યૂઝ