કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના દર્દી (19-10-2020 -Surat corona cases) સતત ઘટી રહ્યા છે, ત્યારે આજે વધુ 227 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં ઘટાડો થઈ રહ્યો છે. સુરતમાં 165 જયારે ગ્રામીણ વિસ્તારમાં 62 દર્દી નોંધાયા છે. જયારે આજે 3 લોકોના કોરોનાથી (Surat coronavirus deaths) મોત સાથે મરણ આંક 984 પર પહોંચ્યો છે, તેવામાં આજે 242 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
લોકડાઉનમાં (LOckdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 227 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 165 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 24808 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 62 કેસ સાથે દર્દી સંખ્યા 9346 પર પહોંચી છે.
આ પણ વાંચો : રાજ્યમાં Coronaના આજે 996 નવા કેસ, 1147 દર્દી સાજા થયા, રિકવરી રેટ 88.85% થયો
કુલ દર્દી સંખ્યા 34154 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 3 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 984 થયો છે. જેમાંથી 273 મૃત્યુ જિલ્લાના છે અને 711 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 169 જ્યારે જિલ્લામાં આજે 73 દર્દીને રજા આપતા, કુલ 242 દર્દીઓ કોરોનાને (Corona recovery rate) માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 29,515 થઈ છે, જેમાંથી 31167 દર્દી શહેરના છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના 8352 દર્દી છે.
આ પણ વાંચો : સુરત : જીલાની બ્રિજ પર મોતના કૂવાનો ખેલ કરતા લબરમૂછિયા ઝડપાયા, જોખમી સ્ટન્ટનો વીડિયો
શહેરમાં ક્યા કેટલા કેસ : આજે સેન્ટ્રલ ઝોન 14 , વરાછા એ ઝોનમાં 20. વરાછા બી 2 19 રાંદેર ઝોનમાં 25 કતારગામ ઝોનમાં 24, લીબાયત ઝોનમાં 10, ઉધના ઝોનમાં 18 અને અથવા ઝોનમાં 35 કેસ નોંધાયા.
જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 16, ઓલપાડ 6, કામરેજમાં 12 , પલસાણા 12, બારડોલી 12 ,મહુવા 0, માંડવી 3 અને માંગરોળ 1 અને ઉમરપાડા 0 કેસ મળીને કુલ 62 કેસ જિલ્લામાં નોંધાયા છે.