સુરતઃ 19.52 લાખની ચીલઝડપ કેસમાં પોલીસની 8 ટીમ કામે લાગી, ઘટના CCTVમાં કેદ

News18 Gujarati
Updated: September 20, 2019, 8:08 PM IST
સુરતઃ 19.52 લાખની ચીલઝડપ કેસમાં પોલીસની 8 ટીમ કામે લાગી, ઘટના CCTVમાં કેદ
સીસીટીવીની તસવીર

પોલીસને કામરેજ સુધી આરોપીઓનું પગેરું મળ્યું હતું. આરોપીઓએ કામરેજ સુધી પહોંચવા માટે ચોક બજારથી કામરેજ સુધીમાં ત્રણ રિક્ષાઓ બદલી હતી.

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ (surt) શહેરના ચોકબજાર વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા એસબીઆઈ બેન્કમાં (SBI bank)કેસ કલેક્ટ કરવા આવેલી વાનમાંથી રૂ.19.52 લાખની ઉઠાંતરી કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે સીસીટીવીના ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. આ કેસમાં તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચ (crime branch)સહિત 8 અલગ અલગ ટીમોને તપાસમાં મુકવામાં આવી છે.

પોલીસને કામરેજ સુધી આરોપીઓનું પગેરું મળ્યું હતું. આરોપીઓએ કામરેજ સુધી પહોંચવા માટે ચોક બજારથી કામરેજ સુધીમાં ત્રણ રિક્ષાઓ બદલી હતી. પોલીસે ઘટના સ્થળે લાગેલા સીસીટીવીના ફૂટેજ (cctv footage) એકત્ર કર્યા હતા.

સીસીટીવીમાં ત્રણ આરોપીઓ પૈસા ચોરીનો પ્લાન બનાવીને આવ્યા હોય એમ એક વ્યક્તિ પોતાના ગજવામાંથી છુટ્ટા પૈસા કાઢી નીચે ફેંકે છે. અને ગાર્ડને ઈશારો કરી પૈસા પડી ગયા છે ઉઠાવી લો એમ કહે છે. ત્યારબાદ અન્ય એક શખ્સ કેસ વાનમાંથી પૈસા ભરેલો થેલો ચોરી કરે છે. ત્રીજો આરોપી રીક્ષા થોભાવુને પૈસા લઈને ફરાર થાય છે.

આ સમગ્ર કેસમાં પોલીસે આઠ ટિમ કામે લગાવી છે. ડીસીબી, પીસીબી અને અઠવા પોલીસની કુલ આઠ ટીમ આરોપીઓને શોધી કાઢવા માટે કામે લાગી છે. કામરેજ સુધી રસ્તા પરના સીસીટીવી ફૂટેજ માં આરોપીઓ દેખાય રહ્યા છે. કામરેજથી તેઓ કાઈ દિશામાં ગયા તે અંગે નક્કર માહિતી મેળવવા પોલિસે તજવીજ હાથ ધરી છે.
First published: September 20, 2019, 8:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading