સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 182 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં જયારે ગ્રામીણ વિસ્તારમાં 27 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 4078 પર પહોંચી છે, જયારે આજે 6 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 153 પર પહોંચ્યો છે, તેવામાં આજે 68 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 182 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 155 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 3684 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 27 કેસ સાથે દર્દી સંખ્યા 394 પર પહોંચી છે.
કુલ દર્દી સંખ્યા 4078 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે6 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક153 થયો છે. જેમાંથી 7 મૃત્યુ જિલ્લાના છે અને 146 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 43 જ્યારે જિલ્લામાં આજે 5 દર્દીને રજા આપતા, કુલ 48 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2555થઈ છે.જેમાંથી જિલ્લાના 225 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.
આજે સેન્ટ્રલ ઝોન 9, વરાછા એ ઝોનમાં 17. વરાછા બી 19 રાંદેર ઝોન 11, કતારગામ ઝોનમાં 61, લીબાયત ઝોનમાં 25, ઉધના ઝોનમાં 10અને અથવા ઝોનમાં 3 કેસ નોંધાયા.જોકે ગતરોજ કતારગામ ઝોનમાં દર્દી નોંધાયા હતા તેમાં વધારો થયો છે આજે સૌથી વધુ દર્દી નોંધાયા છે સાથે-સાથે સુરતના સેન્ટર ઝોન સાથે વરાછા અને લીબાયત અને ઉધના ઝોનમાં પણ દર્દી માં ઉછાળો આવ્યો છે ત્યારે સૌથી વધુ દર્દી ડાયમંડ ઉધોગ સાથે જોડાયેલ કર્મચારી વધીર અહીંયા છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે
જોકે જિલ્લામાં ચોર્યાસી 5.ઓલપાડ 3, કામરેજ 8,પલસાણા3, ,બારડોલી 3 , માંડવી 2અને ઉમરપાડા 3 કેસ નોંધાતા કોરોના વાઇરસ આવ્યા બાદ, સુરત જિલ્લા સૌથી વધુ કેસ પહેલી વાર નોંધાયા છે જેમાં કામરેજ ખાતે 18 કેસ એક સાથે નોંધાતા સુંર્ત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર