સુરત સાવધાન! ભેજાબાજો તમારી દિવાળી બગાડવા તૈયાર, જાણીલો આ રીત અપનાવી એક યુવકનું ખાતુ કર્યું ખાલી

સુરત સાવધાન! ભેજાબાજો તમારી દિવાળી બગાડવા તૈયાર, જાણીલો આ રીત અપનાવી એક યુવકનું ખાતુ કર્યું ખાલી
પ્રતિકાત્મક તસવીર

કપડાની દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હિતેશકુમારે તેના પગારના પૈસાની બચત માટે બેન્ક ખાતુ ખોલાવ્યું હતું

  • Share this:
સુરત: શહેરના ખટોદરા કોલોની ગાંધીનગર સોસાયટીમાં રહેતા યુવકને ભેજાબાજે ફોન કરી કે.વયા.સી ઓફિસમાંથી બોલું છું, હોવાનુ કહી કેવાયસી કરાવવાને બહાને મોબાઈલમાં ઍપ્લીકેશન ડાઉનલોડ કરાવી બેન્કના ડેબીટ કાર્ડ અને ક્રેડીટ કાર્ડનો નંબર મેળવી ચાલુ વાતે ખાતામાંથી રૂપિયા ૧૮,૪૦૦ ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી.

સુરતના ખટોદરા કોલોની ગાંધીનગર હાઉસીંગ સોસાયટીમાં રહેતા હિતેશકુમાર રમેશચંદ્ર જરીવાલા (ઉ.વ.૪૦) પારલે પોઈન્ટ ખાતે આવેલ અબર કોરા કપડાની દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હિતેશકુમારે તેના પગારના પૈસાની બચત માટે પારલે પોઈન્ટ પાસે આવેલ સુરત પીપલ્સ બેન્કમાં સેવીંગ ઍકાઉન્ટ ખોલાવ્યું હતું. હિતેશે ઍચ.ડી.ઍફ.સી બેન્કનું ક્રેડીટ કાર્ડ પણ ધરાવે છે.કેવી રીતે થઈ ચિંટિંગ ?

આ દરમિયાન ગત તા ૨૪મી ઓક્ટોબરના રોજ સાંજે સાતેક લાગ્યે હિતેશકુમાર ઘરે હતા તે વખતે તેમના ઉપર અજાણ્યા વ્યક્તિનો ફો આવ્યો હતો, ફોન કરનારે પેટીઍમ કે.વાય.સી. ઓફિસમાંથી બોલુ છુ અ્ને તમારે કે.વાય.સી. કરાવવાનું હોય તો પ્લોસ્ટોરમાંથી ઍક ઍપ્લીકેશન ડાઉનલોડ કરવાનું કહ્નાં હતું. હિતેશકુમારે ઍપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ ઍપ્લીકેશન ખોલશો તો ઍક નંબર હશે તે આપવાનું કહેતા હિતેશકુમારે આપ્યો હતો.

સુરત: '45 હજારની સામે વ્યાજ સાથે 60 હજાર ચૂકવ્યા, મુસા જોગરાણા મારી નાખવાની ધમકી આપે છે'

સુરત: '45 હજારની સામે વ્યાજ સાથે 60 હજાર ચૂકવ્યા, મુસા જોગરાણા મારી નાખવાની ધમકી આપે છે'

ત્યારબાદ અજાણ્યાઍ ઍપ્લીકેશનમાંથી બહાર નિકળી ગુગલમાં અને પેટીઍમમાં જવાનું કહેતા પેટીઍમ ખોલ્યું હતુ, અને બેન્કનો ક્રેડીટ અથવા ડેબીટ કાર્ડ છે તેનો નંબર માંગતા આપ્યો હતો. હિતેશકુમારે બંને બેન્કના કાર્ડ નંબર આપવાની સાથે પીપલ્સ બેન્કના ખાતામાંથી રૂપિયા ૮,૨૦૦ અને ઍચ.ડી.ઍફ.સી બેન્કના ક્રેડીટ કાર્ડમાંથી ૧૦,૨૦૦ પેટીઍમ દ્વારા ઉપડી ગયા હોવાનો મેસેજ આવ્યો હતો.

આ પણ વાંચો - સુરત: 'પતિને સગી ભાભી સાથે કઢંગી હાલતમાં જોઈ ગઈ,' 27 વર્ષથી પીડિત પરિણીતાની દયનીય કહાની

હિતેશકુમારને કેવાયસી કરાવાને બહાને બદમાશે બેન્કના અને ક્રેડીટ કાર્ડનો નંબર મેળવી કુલ રૂપિયા ૧૮,૪૦૦ ઉપાડી લીધા હતા. પોલીસે હિતેશકુમારની ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં ફ્રોડ, ચીટિંગની ઘટનાઓ તો જાણે રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે, રોજે-રોજ બે-ચાર ફરિયાદ તો માત્ર પ્રોડ અને ચીટિંગની જ સામે આવી રહી છે. ત્યારે દિવાળી નજીક આવી રહી છે, જેને પગલે ભેજાબાજો પોતાની દિવાળી સુધારવા કોઈ સામાન્ય વ્યક્તિની દિવાળી બગાડવા તૈયાર થઈ ગયા છે. સરકાર દ્વારા, બેન્ક દ્વારા વારંવાર સુચના આપવા છતા લોકો આવા ભેજાબાજોની વાતોમાં આવી જઈ પોતાના બેન્ક ખાતાની ગોપનીય જાણકારી લોકો ફોન પર શેર કરી દેતા હોય છે. જોકે, સાયબર ક્રાઈમ વિભાગે ભેજાબાજ સુધી પહોંચવા કાર્યવાહી શરૂ કરી દીધી છે.
Published by:kiran mehta
First published:November 05, 2020, 21:41 pm

ટૉપ ન્યૂઝ