Surat Crime News: 17 વર્ષની પુત્રી અને તેના કાકા પાણીમાં નહાઈ રહ્ના હતાં, તે વખતે અચાનક જ દરિયાઈ મોઝામાં સગીરા ખેચાઈ જતાં તેનું કરુણ મોત (girl drowning) નીપજ્યું હતું.
સુરતઃ સુરતના ડુમસ દરિયા (Dumas beach) કિનારે રામપુરાનો ઍક પરિવાર રવિવારની રજાની મઝા માણવા ગયો હતો. ત્યારે તેમની 17 વર્ષની પુત્રી અને તેના કાકા પાણીમાં નહાઈ રહ્ના હતાં, તે વખતે અચાનક જ દરિયાઈ મોઝામાં સગીરા ખેચાઈ જતાં તેનું કરુણ મોત (girl drowning) નીપજ્યું હતું. પરિવારની રજાની મઝા શોકમાં ફરી વળી હતી.
મળતી માહિતી પ્રમાણે રામપુરા, કાજીપુરા, ચુમ્માલીસની ચાલમાં રહેતા મહેશભાઈ સોલંકી સુરત મહાનગરપાલિકામાં સફાઈકર્મી તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. ૧૭મી એપ્રિલના રોજ રવિવારની રજાના દિવસે સોલંકી પરિવાર ફરવા માટે ડુમસ ગયો હતો. ત્યાં સોલંકી પરિવારનાં સભ્યો દરિયાઈ ગણેશ બીચ પર પાણીમાં નહાઈ રહ્ના હતાં અને મઝા માણી રહ્ના હતાં.
તે દરમિયાન સોલંકી પરિવારની 17 વર્ષીય પુત્રી રોશની અને તેના કાકા ઊંડા પાણીમાં ડુબકી મારી રહ્ના હતાં, ત્યારે અચાનક જ પાણીનું મોટું મોજું આવતા બંને જણાં પાણીમાં ખેચાઈ ગયા હતાં, પરંતુ સગીરાના કાકા તરીને કિનારા પર આવી ગયા હતાં, પરંતુ રોશની પાણીની અંદર ખેચાઈ ગઈ હતી. આ જાઈને સોલંકી પરિવાર બુમાબુમ કરતા આજુબાજુનાં લોકો અને પોલીસ મદદે પહોચી ગઈ હતી.
રોશનીને બચાવવા માટે સ્થાનિક તરવૈયાઓ દરિયાના પાણીમાં ઉતરી પડ્યા હતાં. 20 મિનિટ સુધી ચાલેલી જહેમત બાદ રોશનીને બહાર કાઢવામાં તરવૈયાઓને સફળતા મળી હતી. ત્યારબાદ પરિવારનો તત્કાલ ફોરવ્હીલ કારમાં રોશનીને લઈ વેસુની સંજીવની હોસ્પિટલમાં સારવાર અર્થે પહોચી ગયા હતાં.
પરંતુ હાજર તબીબોઍ રોશનીને મૃત જાહેર કરતા પરિવાર પર આભ ફાટી પડ્યો હતો. પળભરમાં રોશનીના મોતથી પરિવાર શોકમાં ડુબી જવા પામ્યો છે. આ બનાવ સંદર્ભે ડુમસ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
યુવતીને મોતને લઈને યુવતીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે રવિવારના દિવસો હોવાને લઈને દરિયાકિનારે આવેલા લોકો એક સમય માટે ચિંતામાં મુકાઈ ગયા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર