સુરતઃ લીંબાયતમાં ગણેશ મહોત્સવમાં ગરબા રમવા મામલે મામાની હત્યા

લીંબાયતના ગણેશ મહોત્સવમાં ગરબા રમવા મામલે થયેલા ઝઘડામાં વચ્ચે પડેલા મામાને ચાર શખ્સોએ રહેશી નાંખ્યો હતો.

News18 Gujarati
Updated: September 9, 2019, 6:50 PM IST
સુરતઃ લીંબાયતમાં ગણેશ મહોત્સવમાં ગરબા રમવા મામલે મામાની હત્યા
મૃતકની તસવીર
News18 Gujarati
Updated: September 9, 2019, 6:50 PM IST
કિર્તેશ પટેલ, સુરતઃ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. જેનો પુરાવો રાત્રે થયેલી બે હત્યાથી મળે છે. લીંબાયત વિસ્તારમા ગોદાદરામાં 12માં ભણતા વિદ્યાર્થીને એક દુકાનમાં માર મારીને મોતને ઘાટ ઉતારી દેવાયા બાદ લીંબાયતના ગણેશ મહોત્સવમાં ગરબા રમવા મામલે થયેલા ઝઘડામાં વચ્ચે પડેલા મામાને ચાર શખ્સોએ રહેશી નાંખ્યો હતો.

લીંબાયત વિસ્તારમાં અસામાજીક તત્વોનો કહેર વધ્યો છે. લીંબાયતમાં છેલ્લા 7 દિવસમાં હત્યાનો ત્રીજો બનાવ છે. સુરત લીંબાયત વિસ્તારમાં એક 17 વર્ષના કિશોરની ચાર ઈસમોએ નજીવી બાબતે ઘાતકી હત્યા કરી ભાગી ગયા હતા. ગણપતિ મહોત્સવમાં ગરબા રમવા બાબતે બાળકો વચ્ચે થયેલી બોલાચાલીમાં ભાણીયાની મદદમાં દોડી ગયેલા મામાને હત્યારાઓ એ જાહેરમાં બરફ તોડવાના કોઈચાથી પતાવી પિતરાઈ બહેનને પણ માર માર્યો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ ચાર યુવકોએ ધો.12ના વિદ્યાર્થીની હત્યા, પરિવારનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર

સતિષના હત્યા કેસમાં પોલીસે જિમ્મી નામના ઇસમની અટક કર્યા બાદ 30 મિનિટમાં જ છોડી દીધો હોવાનો અને સતિષને મૃત જાહેર કરાયો હોવાની જાણ બાદ તાત્કાલિક પકડી પાડ્યો હોવાનું પરિવારે જણાવ્યું છે. પોલીસના હાથે પકડાયેલા હત્યારા જિમ્મીને પોલીસે 30 મિનિટમાં જ છોડી દેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

જોકે હોસ્પિટલથી સતિષના મોતની વાત બહાર આવતા હત્યારા જિમ્મીને પોલીસ ફરી પકડી લાવી હતી. હાલ તો પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
First published: September 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...