સુરતમાં કાપડ માર્કેટ સોમવારથી ફરી ધમધમશે, 164 માર્કેટને વેપાર કરવાની મળી મંજૂરી


Updated: May 31, 2020, 10:56 PM IST
સુરતમાં કાપડ માર્કેટ સોમવારથી ફરી ધમધમશે, 164 માર્કેટને વેપાર કરવાની મળી મંજૂરી
સુરતમાં સોમવારથી 164 કાપડ માર્કેટ શરૂ થઈ

સોમવારથી રિંગરોડ ટેક્સટાઈલ માર્કેટ અને સારોલીમાં આવેલી કુલ 177 ટેક્સટાઈલ માર્કેટ પૈકી 164 માર્કેટમાં કાપડનો વેપાર શરૂ થઈ જશે. રિંગરોડની 13 જ માર્કેટો રેડ ઝોનમાં હોવાથી બંધ રહેશે.

  • Share this:
સુરત : આજે મનપા કમિશ્નર દ્વારા કાપડ માર્કેટમાં મહતમ માર્કેટોને મંજુરી આપી દીધી છે. આ માર્કેટોમાં કોવિડની ગાઇડ લાઇન ફોલો કરવાની રહેશે. ફોસ્ટાની રજૂઆતોને પગલે સોમવારથી રિંગરોડ ટેક્સટાઈલ માર્કેટ અને સારોલીમાં આવેલી કુલ 177 ટેક્સટાઈલ માર્કેટ પૈકી 164 માર્કેટમાં કાપડનો વેપાર શરૂ થઈ જશે. રિંગરોડની 13 જ માર્કેટો રેડ ઝોનમાં હોવાથી બંધ રહેશે. રવિવારે ફોસ્ટાના પદાધિકારીઓ અને પાલિકાના અધિકારીઓએ રિંગરોડ માર્કેટ વિસ્તારનું ઈન્સ્પેક્શન કર્યુ છે.

ફોસ્ટા દ્વારા પાલિકાને 177 માર્કેટોનું લિસ્ટ માર્કિગ કરી આપવા માટે આપ્યું હતું. જેમાંથી 164 માર્કેટોને ગ્રીન માર્કિગ આપવામાં આવ્યું છે. જ્યારે 13 માર્કેટોને રેડ ઝોનમાં રાખવામાં આવી છે. આ અંગે ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલ જણાવે છે કે, અમે વારંવાર માર્કેટોને શરૂ કરાવવા જે રજૂઆત કરી હતી. તે રજૂઆત રંગ લાવી છે. ઓડ-ઈવન ફોર્મ્યુલા સાથે સવારે 9 થી 4ના સમયમાં આ 164 માર્કેટોમાં વેપાર પ્રવૃતિ શરૂ કરાવવા માટે પરવાનગી મળી ગઈ છે.

હવે દુકાનો કાર્યરત રહે તે માટેની સમગ્ર જવાબદારી વેપારીઓ અને માર્કેટ મેનેજમેન્ટની છે. માસ્ક અને સેનિટાઈઝેશન સહિત સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવું અનિવાર્ય છે. જે 13 માર્કેટને શરૂ કરવાની પરવાનગી નથી તેઓ પોતાની માર્કેટથી પાર્સલની ફક્ત ડિલીવરી કરાવી શકશે, દુકાનો ખોલવી નહીં. આ નિયમો તા.8 જુન સુધી અમલમાં રહેશે. તા.8મી જુનના પાલિકા કમિશનર સાથે મિટીંગ કરીને આગળની રૂપરેખા નક્કી કરાશે. તમામ માર્કેટ દ્વારા કોરોના માટેની guideline ફોલો કરવી પડશે.
First published: May 31, 2020, 10:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading