ન્યૂઝ18 ગુજરાતીઃ અત્યારે સામાન્ય રીતે નાની નાની બાબતોમા યુવક યુવતીઓ જીવન ટૂંકાવવા જેવા ગંભીર પગલાં ભરતા હોય છે. આવી જ એક ઘટના સચિનમાં બની છે જેમાં સુરતને અડીને આવેલા સચિન, તલંગપુરમાં એક તરૂણીએ ઘરમાં જ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
મળતી માહિતી પ્રમાણે સચિન તલંગપુરમાં આવેલી વૃદ્ધાવનમાં રહેતી 16 વર્ષીય શ્રાવણી વાલ્મીકા શાહુની ઘરમાંથી લાશ મળી આવી હતી. શ્રાવણીએ ઘરમાં પંખાની હૂક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું પોલીસ જણાવી રહી છે.
શ્રાવણી લાંબા સમયથી અશક્તિની બીમારીથી પીડાઇ રહી હતી. તેણીની સારવાર કરાવ્યા બાદ પણ તબિયતમાં સુધારો આવ્યો ન્હોતો. સારવારથી પણ સુધારો ન આવતાં શારીરિક પીડાથી કંટાળેલી તેણીએ અંતે આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરી લીધું હોવાની શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે.