Home /News /south-gujarat /

સુરત : 24 કલાકમાં વધુ 63 લોકો Coronaની ઝપેટમાં આવતા તંત્ર ચિંતિત, માસ્ક ન પહેરનારને દંડવાનું શરૂ

સુરત : 24 કલાકમાં વધુ 63 લોકો Coronaની ઝપેટમાં આવતા તંત્ર ચિંતિત, માસ્ક ન પહેરનારને દંડવાનું શરૂ

મૃત્યુઆંક 114 થયો

સતત કતારગામ ઝોનમાં જે રીતે દર્દી મળી રહ્યા છે તેને લઈએં તંત્ર ની ચિંતા પણ વધી રહી છે.

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 63 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 58 જયારે ગ્રામીણ વિસ્તારમાં 5 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 2995 પર પહોંચી છે, જયારે આજે 2 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 114 પર પહોંચ્યો છે, તેવામાં આજે 57 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 63 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં58 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 2747 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 5 કેસ સાથે દર્દી સંખ્યા 249 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 2995 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 2 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 114 થયો છે. જેમાંથી 3 મૃત્યુ જિલ્લાના છે અને 111 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 51 જ્યારે જિલ્લામાં આજે 7 દર્દી રજા આપતા, કુલ 58 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2042 થઈ છે. જેમાંથી જિલ્લાના 151 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?
આજે સેન્ટ્રલ ઝોન 5, વરાછા એ ઝોનમાં 8, વરાછા બી 3 રાંદેર ઝોન 3, કતારગામ ઝોનમાં 21, લીબાયત ઝોનમાં 8, ઉધના ઝોનમાં 4 અને અથવા ઝોનમાં 6 કેસ નોંધાયા

જોકે કતારગામ ઝોનમાં ગતરોજ જેટલા દર્દી નોંધાયા હતા એટલા દર્દી આજે પણ નોંધાયા છે ત્યારે તંત્ર દ્વારા સતત લોકોને સૂચના આપવા છતાંય લોકો ગાઈડ લાઇનનું પાલન નથી કરતા જેને લઈએં તંત્ર દ્વારા ગાઈડલાઇન બાબતે કતારગામ વિસ્તારમાં તંત્ર દ્વારા લોકોને સમાજ અને દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, સતત કતારગામ ઝોનમાં જે રીતે દર્દી મળી રહ્યા છે તેને લઈએં તંત્ર ની ચિંતા પણ વધી રહી છે. છેલ્લા 16 દિવસ સતત સુરતમાં દર્દી સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે
Published by:kiran mehta
First published:

Tags: Surat coronavirus updates, Surat covid cases, Surat covid19

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन