સુરત: 24 કલાકમાં વધુ 262 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ


Updated: July 16, 2020, 7:56 PM IST
સુરત: 24 કલાકમાં વધુ 262 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ
પ્રતિકાત્મક તસવીર

રાંદેર ઝોનમાં આજે દર્દીમાં ઉછાળો જોવા મળ્યો હતો, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે.

  • Share this:
સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 262 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 217 જયારે ગ્રામીણ વિસ્તારમાં 45 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 9467 પર પહોંચી છે, જયારે આજે 8 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 395 પર પહોંચ્યો છે, તેવામાં આજે 180 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 262 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 217 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 7930 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 45 કેસ સાથે દર્દી સંખ્યા 1537 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 9467 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 8 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 395 થયો છે. જેમાંથી 51 મૃત્યુ જિલ્લાના છે અને 344 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 151 જ્યારે જિલ્લામાં આજે 29 દર્દીને રજા આપતા, કુલ 180 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 5870 જેમાં ગ્રામીય વિસ્તારના 811 દર્દી છે

આ પણ વાંચોસુરતમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર મોટો દરોડો : 99 જુગારી ઝડપાયા, નામચીન આસિફ ગાંડા સહિત બે ફરાર

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોનમાં 27, વરાછા એ ઝોનમાં 29, વરાછા બી 26, રાંદેર ઝોન 31, કતારગામ ઝોનમાં 40, લીંબાયત ઝોનમાં 23, ઉધના ઝોનમાં 13 અને અથવા ઝોનમાં 28 કેસ નોંધાયા.જોકે ગતરોજ કતારગામ ઝોનમાં આજે વધુ દર્દી ઓછા નોંધાયા છે ત્યારે વરાછા એ ઝોન અને રાંદેર ઝોનમાં આજે દર્દીમાં ઉછાળો જોવા મળ્યો હતો, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે

જિલ્લાના આંકડા

જોકે જિલ્લામાં ચોર્યાસી 3, ઓલપાડ 4, કામરેજ 10, પલસાણા 2, બારડોલી 16 , મહુવા 4, માંડવી 3 અને માંગરોળમાં 3 કેસ નોંધાતા જિલ્લામાં સતત કેસ વધી રહ્યા છે. સતત પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાઇરસ આવ્યા બાદ, સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by: kiran mehta
First published: July 16, 2020, 7:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading