સુરતઃ મિત્રતા કર્યા બાદ બે યુવકોએ 15 વર્ષીય કિશોરી ઉપર આચર્યું દુષ્કર્મ
સુરતઃ મિત્રતા કર્યા બાદ બે યુવકોએ 15 વર્ષીય કિશોરી ઉપર આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર
Surat Crime News: સુરતના (surat news) પુણાગામ ભૈયાનગર વિસ્તારમાં રહેતા અને ઈંડાની લારી ઉપર મજુરી કામ કરતા શ્રમજીવીની15 વર્ષની દીકરી (minor girl) સાથે મિત્રતા કર્યા બાદ બળાત્કાર (rape case) કર્યો હતો.
સુરતઃ સુરતના (surat news) પુણાગામ ભૈયાનગર વિસ્તારમાં રહેતા અને ઈંડાની લારી ઉપર મજુરી કામ કરતા શ્રમજીવીની15 વર્ષની દીકરી (minor girl) સાથે મિત્રતા કર્યા બાદ બળાત્કાર (rape case) કર્યો હતો. જોકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આરોપીને પકડવા ટીમો બનાવી કામગીરી શરૂ કરી હતી.
સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ કેવી રીતે વધી રહ્યો છે તેમાં ચોરી લૂંટ હત્યા સાથે સાથે બળાત્કારની ફરિયાદ સામે આવતાની સાથે જ સમગ્રર વિસ્તારમાં ચકચાર મચી જવાા પામી હતી. સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં ભાડેથી રહેતા શ્રમજીવીની 15 વર્ષની દીકરીને દિવાળીના સમયગાળામાં અજય અરછેલાલ સોની (રહે, વલલભનગર સોસાયટી પુણાગામ )અને યુસુફ અહેમદ શેખ (રહે, લક્ષ્મીનગર સોસાયટી પુણાગામ)ઍ મિત્રતા કર્યા બાદ લાલચ આપી બળાત્કાર કર્યો હતો.
વધુમાં આરોપીઓ પણ ભોગ બનનારના ઉપરના માળે ભાડુઆત તરીકે રહેતા હતા. અગાઉ અજય ભાડુઆત હતો ત્યારે તેણે કિશોરી સાથે બળાત્કાર કર્યો હતો જેની જાણ કિશોરીના માતા-પિતાને થતા તેની સાથે ઝઘડો કરતા અજય મકાન ખાલી કરીને જતો રહ્યો હતો ત્યારબાદ ઍક મકાનમાં યુસુફ રહેવા માટે આવ્યો હતો.
યુસુફ અવાર નવાર કિશોરીના ઘરે જતો હતો તે વખતે તેની સાથે તેણે પણ મિત્રતા કર્યા બાદ લાભ ઉઠાવી કોઈ લાલચ આપી રૂમમાં લઈ જઈ અવારનવાર બળાત્કાર કર્યો હતો. જોકે કિશોરી આ મામલે ફરી વારમાં પોતાની સાથે બનેલી ઘટના બનતાની સાથે જ પરિવારે આ કિશોરીને લઈને સુરતના પુણા પોલીસ મથકે પહોંચ્યા હતા.
આ મામલે ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ તાત્કાલિક દાખલ કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા જોકે શહેરમાં જે પ્રકારે ગુનાખોરી વધી રહી છે તેમાં બળાત્કારની વધુ એક ફરિયાદ સામે આવતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.
અન્ય એક કેસની વાત કરીએ તો ચોકબજાર પોલીસ મથકના હદ વિસ્તરામાં રહેતા રત્નકલાકારની ધો-૧૦માં અભ્યાસ કરતી સગીર દીકરીને છેલ્લા દોઢ વર્ષથી હેરાન પરેશાન કરતા યુવકે ઘરેથી ઉપા઼ડી જવાની ધમકી આપી બાઈક પર અપહરણ કરી શારીરીક છેડતી કરી હતી. રોમીયોના ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીના પરિવારે ઘર પણ બદલી નાંખ્યું હતું છતાયે રોમીયોઍ તેનો પીછો છોડયો ન હોવાનું જાણવા મળે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર