સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 255 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 173 જયારે ગ્રામીણ વિસ્તારમાં 82 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 9205 પર પહોંચી છે, જયારે આજે 6 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 381 પર પહોંચ્યો છે, તેવામાં આજે 207 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 291દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 173 કેસ નોઁધાયા છે.
આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 7713 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 82 કેસ સાથે દર્દી સંખ્યા 1492 પર પહોંચી છે.કુલ દર્દી સંખ્યા 9205 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 6 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 381 થયો છે. જેમાંથી 48 મૃત્યુ જિલ્લાના છે અને 333 શહેર વિસ્તારના છે.
આ પણ વાંચો : સુરત : વરાછામાં 106 વર્ષના ગોવિંદ દાદા સહિત પરિવારના 7 સભ્યોએ આયુર્વેદિક દવાથી કોરોનાને હરાવ્યો
આજે શહેરમાંથી 160 જ્યારે જિલ્લામાં આજે 47 દર્દીને રજા આપતા, કુલ 207 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 5690 જેમાં ગ્રામીય વિસ્તારના 782 દર્દી છે
ક્યા વિસ્તારમાં કેટલા કેસ?
આજે સેન્ટ્રલ ઝોન 20 , વરાછા એ ઝોનમાં 30. વરાછા બી 18 રાંદેર ઝોન 32 કતારગામ ઝોનમાં 20 લીબાયત ઝોનમાં 20, ઉધના ઝોનમાં 14 અને અથવા ઝોનમાં 19 કેસ નોંધાયા.જોકે ગતરોજ કતારગામ ઝોનમાં આજે વધુ દર્દી ઓછા નોંધાયા છે ત્યારે વરાછા એ ઝોન અને રાંદેર ઝોનમાં આજે દર્દી માં ઓછો જોવા મળ્યો હતો ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોના ગાઈડ લાઇનનું પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે.
આ પણ વાંચો : સુરત : કોરોનાના સંક્રમણને અટકાવવા વેપારીઓ સેલ્ફ લૉકડાઉનના માર્ગે, બજારોનો સમય ઘટ્યો
તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જોકે જિલ્લામાં ચોર્યાસી 10.ઓલપાડ 10 કામરેજ 16 ,પલસાણા 9, બારડોલી 23, ,મહુવા 2, માંડવી 1 માંગરોળ10 અને ઉમરપાડા 1 કેસ નોંધાતા જિલ્લા માં સતત કેસ વધી રહ્યા છે. પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાઇરસ આવ્યા બાદ, સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.