સુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ


Updated: August 4, 2020, 11:58 PM IST
સુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ
ફોટો - સોશિયલ મીડિયા

આ સિવાય અનેક લોકો એવા કોરોના સંક્રમિત થયા છે. જેને લઇને પરિસ્થિતિ ગંભીર ગણી શકાય કારણ કે આ જે લોકો પોઝિટિવ આવ્યા છે તેઓ રોજ અનેક લોકોના સંપર્કમાં આવતા હોય છે

  • Share this:
સુરત શહેરમાં એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે , જયારે બીજી બાજુ ઉદ્યોગોને વેગ આપવા માટે અનલોક 3માં અનેક છુટછાટો આપવામાં આવી છે. ત્યારે આજે સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ ફાઇવ સ્ટાર હોટલના એક સાથે 15 કર્મચારીઓના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા તમામ હોટલ, રેસ્ટોરન્ટ , ઔધોગીક એકમો , માર્કેટ સહિતના કોઇ પણ ઉદ્યોગો કે જયા મોટી સંખ્યામાં કારીગરો અથવા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તેમના રેપીડ ટેસ્ટ કરાવવાની સુચના આપવામાં આવી છે. જેના ભાગ રૂપે આજે અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ હોટલ મેરીયટમાં ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહત્વની વાત એ છે કે, એક સાથે 15 કર્મચારીઓના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમને તાત્કાલીક આયસોલેશન કરવામાં આવ્યા હતા. મનપા દ્વારા આ ઘટનાને લઇને હોટલને સખતાઇથી એસઓપી પાળવાની સુચના આપવામાં આવી હતી, સાથે આવતીકાલથી મેરિયટ હોટલને બંધ કરાવવામાં આવે તેવી પુરી શક્યતા.

આ પણ વાંચોસુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી?

આ ઉપરાંત આજે શહેરમાં ઉધના પોલિસ મથકના પીએસઆઇ, ટેક્ષટાઇલ માર્કેટમાં વેપારી, ડ્રાઇગ પ્રીન્ટીંગ મીલનો કર્મચારી, સારીની દુકાનમાં કામ કરનાર, જુની સિવિલ હોસ્પિટલના ડોકટર, મેડિકલ સ્ટોરનો માલિક, બેન્ક મેનેજર, મનપાનો આસિસ્ટન્ટ એન્જીનયર, અર્બન હેલ્થ સેન્ટરના બે કર્મી, બે સફાઇ કામદાર, ધનવંતરી રથના ડોકટર, આંગણવાડીની કર્મચારી, વરાછા ઝોનનો જુનયર ઇન્જીનયર, સાઉથ ઝોનમાં પટાવાળા સહિત અનેક લોકો કોરોના સંક્રમિત થયા છે. જેને લઇને પરિસ્થિતિ ગંભીર ગણી શકાય કારણ કે આ જે લોકો પોઝિટિવ આવ્યા છે તેઓ રોજ અનેક લોકોના સંપર્કમાં આવતા હોય છે.
Published by: kiran mehta
First published: August 4, 2020, 11:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading