સુરત : પેટમાં દુખાવાને કારણે દાખલ થયેલી કિશોરીનું મોત નીપજતા પરિવારે કર્યો હોબાળો

તબીબોની બેદરકારીનાં કારણે મોત થયું છે. પરિવારે હોબાળો મચાવતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાળ્યો હતો.

News18 Gujarati
Updated: October 21, 2019, 11:48 AM IST
સુરત : પેટમાં દુખાવાને કારણે દાખલ થયેલી કિશોરીનું મોત નીપજતા પરિવારે કર્યો હોબાળો
કિશોરીની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: October 21, 2019, 11:48 AM IST
કિર્તેશ પટેલ, સુરત : શહેરનાં (Surat) અડાજણ વિસ્તારની એક ખાનગી હૉસ્પિટલમાં (private Hospital) નવમાં ધોરણમાં ભણતી 14 વર્ષની કિશોરીને (teenager) પેટમાં દુખાવો ઉપડતા દાખલ કરી હતી. સારવાર દરમિયાન કિશોરીને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.

જે બાદ તેનું મોત નીપજતા મૃતક કિશોરીનાં પરિવારનો આક્ષેપ છે કે, તબીબોની બેદરકારીનાં કારણે મોત થયું છે. પરિવારે હોબાળો મચાવતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાળ્યો હતો. હાલ આ મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે 14 વર્ષની ધ્વનિ બાબુભાઇ ચૌહાણ પાલ અડાજણમાં રહેતી હતી. શનિવારે તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારે તેને હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. તે સમયે થોડી સારવાર આપીને બીજા દિવસે બોટલ ચઢાવ્યાં હતાં. જે બાદ તેનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ તબીબ અને હોસ્પિટલની બેદરકારી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી.

આ પણ વાંચો : નવસારી : પુરુષો સળગતા અંગારાને ખાય છે, શરીર પર ઝીંકે છે, વીડિયો વાયરલ

પરિવારનું આક્રંદ


વ્હાલસોયી દીકરીનાં મોતને કારણે પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. ત્યારે પરિવારજનોનો ગુસ્સાનો પણ પાર નથી રહ્યો. પરિવારે આક્ષેપ કરતાં કહ્યું કે, 'હોસ્પિટલની બહાર 24 કલાક સારવાર મળશે લખ્યું છે પરંતુ અમે શનિવારે જ્યારે આવ્યાં ત્યારથી તો નર્સ જ સારવાર કરી રહી છે. કોઇપણ ડૉક્ટર જોવા આવ્યાં નથી. અમે ફોન કરીને તબીબને વિનંતી કરી કે અમારી દીકરીને તપાસી જાવ તો પણ તેઓ આવ્યાં ન હતાં.'
First published: October 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...