સુરત કોરોનાના અજગર ભરડામાં, 24 કલાકમાં વધુ 291ને Corona ચોંટ્યો, કતારગામ ઝોનના કેસમાં સતત વધારો


Updated: July 14, 2020, 8:47 PM IST
સુરત કોરોનાના અજગર ભરડામાં, 24 કલાકમાં વધુ 291ને Corona ચોંટ્યો, કતારગામ ઝોનના કેસમાં સતત વધારો
સુરતમાં (surat) કોરોનાના દર્દી (corona patient) સતત વધી રહ્યા છે. ત્યારે આજે વધુ 308 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ (corona positive) આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)

હીરા ઉદ્યોગ બંધ, બજારોનો ટાઇમ ઘટી ગયો છતાં શા માટે વધી રહ્યા છે કેસ? તંત્રની ઉંઘ હરામ

  • Share this:
સુરતમાં કોરોનાના દર્દી સતત (Surat corona cases) વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 291 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 221 જયારે ગ્રામીણ વિસ્તારમાં 70 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 8950 પર પહોંચી છે, જયારે આજે11 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 366  પર પહોંચ્યો છે, તેવામાં આજે 262 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે. (14 july surat corona updates) આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 291દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 221 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા7540  જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 70 કેસ સાથે દર્દી સંખ્યા 1410 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 8950 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 11 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 366  થયો છે. જેમાંથી46  મૃત્યુ જિલ્લાના છે અને 320 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી173 જ્યારે જિલ્લામાં આજે 89  દર્દીને રજા આપતા, કુલ 262   દર્દીઓ   કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 5483  જેમાં ગ્રામીય વિસ્તારના 646 દર્દી છે.

આ પણ વાંચો :  રાજ્યમાં Coronaના કેસનો વિસ્ફોટ, 24 કલાકમાં 915 કેસ પોઝિટિવ,749 દર્દી રિકવર થયા

 ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 20 , વરાછા એ ઝોનમાં 29. વરાછા બી 33  રાંદેર ઝોન 25 કતારગામ ઝોનમાં 54 લીબાયત ઝોનમાં 20, ઉધના ઝોનમાં 13 અને અથવા ઝોનમાં 27  કેસ નોંધાયા.જોકે ગતરોજ કતારગામ ઝોનમાં આજે વધુ દર્દી નોંધાયા છે સાથે વરાછા બી ઝોન અને રાંદેર ઝોનમાં સાથે અથવા ઝોનમાં પણ દર્દી માં પણ દર્દી માં ઉછાળો આવ્યો છે સેન્ટર અને અથવા લીબાયત  પણ દર્દી માં સતત વધારો થઇ રહ્યો છે.  ત્યારે  તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :   સુરત : 'સ્થિતિ ખરાબ છે, છટકી જજો અહીંથી, કાલે તો મેં 70-80 લાશ ગણી', 108ના ડ્રાઇવરની ઑડિયો ક્લિપ Viral

જિલ્લામાં પણ તંત્ર દોડતું થયું

જોકે જિલ્લામાં  ચોર્યાસી 5.ઓલપાડ 6 કામરેજ 8 ,પલસાણા 14, બારડોલી 26, ,મહુવા 8, માંડવી 1  માંગરોળ  2 કેસ નોંધાતા  જિલ્લા માં સતત કેસ વધી રહિયા છે  પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાઇરસ આવ્યા બાદ, સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ   પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by: Jay Mishra
First published: July 14, 2020, 8:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading