સુરત : છેલ્લા 24 કલાકમાં વધુ 133ને Corona ચોંટ્યો, કતારગામ અને વરાછામાં કેસનો રાફડો ફાટ્યો


Updated: June 22, 2020, 8:06 PM IST
સુરત : છેલ્લા 24 કલાકમાં વધુ 133ને Corona ચોંટ્યો, કતારગામ અને વરાછામાં કેસનો રાફડો ફાટ્યો
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 133 કેસ નોંધાતા અમદાવાદ બાદ કેસનો વ્યાપ વધ્યો, જાણો ક્યાં વિસ્તારમાં કેટલા લોકોને ચોંટ્યો કોરોના

  • Share this:
સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 133 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં   જયારે ગ્રામીણ વિસ્તારમાં 19 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 3718 પર પહોંચી છે, જયારે આજે 6 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 143પર પહોંચ્યો છે, તેવામાં આજે  60 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 133 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 114 કેસ નોઁધાયા છે.

આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 3377 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 19  કેસ સાથે દર્દી સંખ્યા 341 પર પહોંચી છે.કુલ દર્દી સંખ્યા 3718 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 6 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક143 થયો છે. જેમાંથી 6 મૃત્યુ જિલ્લાના છે અને 137 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 52 જ્યારે જિલ્લામાં આજે 8 દર્દીને રજા આપતા, કુલ 60 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2439 થઈ છે. જેમાંથી જિલ્લાના 209 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.


ક્યા વિસ્તારમાં કેટલા કેસ?આજે સેન્ટ્રલ ઝોન 11, વરાછા એ ઝોનમાં 15. વરાછા બી 12 રાંદેર ઝોન 10, કતારગામ ઝોનમાં 41, લીબાયત ઝોનમાં 10, ઉધના ઝોનમાં 5 અને અથવા ઝોનમાં 10 કેસ નોંધાયા.જોકે ગતરોજ કતારગામ ઝોનમાં દર્દી ઓછા નોંધાયા બાદ આજે સૌથી વધુ દર્દી નોંધાયા છે સાથે-સાથે સુરતના સેન્ટર ઝોન સાથે વરાછા અને લીબાયત અને ઉધના ઝોનમાં પણ દર્દી માં ઉછાળો આવ્યો છે ત્યારે સૌથી વધુ દર્દી ડાયમંડ ઉધોગ સાથે જોડાયેલ કર્મચારી વધીર અહીંયા છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે.

આ પણ વાંચો :  24 કલાકમાં રાજ્યમાં Corona ના નવા 563 કેસ, 21નાં મોત સુરતમાં વકર્યો કોરોનાઅહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.જોકે જિલ્લામાં  ચોર્યાસી 2.ઓલપાડ 5, કામરેજ 5,અને પલસાણા 7,  કેસ નોંધાતા કોરોના વાઇરસ આવ્યા બાદ, સુરત જિલ્લા સતત  કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે.

આ પણ વાંચો :  સુરત : રત્નકલાકારોના કારણે corona ના કેસમાં ઉછાળો, જાણો કેમ હીરા ઉદ્યોગ બન્યા AP સેન્ટર

થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલની કોવિડ -19 હોસ્પિટલના ક્રિટીકલ કેર હેડ અને શહેરના જાણીતા ચેસ્ટ ફિઝિશિયન ડો.સમીર ગામીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
First published: June 22, 2020, 8:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading