સુરત : કોરોનાની સ્થિતિ બેકાબૂ, નવી સિવિલમાં રાતોરાત 13 હજાર લીટરની ઑક્સિજનની ટેન્ક મૂકાઈ


Updated: July 7, 2020, 4:47 PM IST
સુરત : કોરોનાની સ્થિતિ બેકાબૂ, નવી સિવિલમાં રાતોરાત 13 હજાર લીટરની ઑક્સિજનની ટેન્ક મૂકાઈ
આ ઑક્સિજન ટેંક ગેસ સમાપ્ત થતા મેસેજ આપશે.

રોજ 200 કરતાં વધુ કેસ પોઝિટિવ આવવાની શરૂઆત થતાં તંત્ર હરકતમાં, ઇન્સ્ટોલ કરતા વૃક્ષોની નિકંદન કાઢવા બદલ સિવિલને 11,000 રૂપિયાનો દંડ

  • Share this:
શહેરમાં કોરોના (Coronavirus in Surat) બેકાબુ બન્યો છે. દરરોજ 200 ઉપર કેસ નોંધાઈ રહ્યા છે.જેને  લઈને રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. અને નવી સિવિલ હૉસ્પિટલમાં (New Civil Hospital of Surat) દર્દીની સારવાર માટે તમામ સાધન સુવિધા પુરી પાડવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં 13,000 કિલો લિટરની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ઓકિસજન ટેન્કનું ઈન્સ્ટોલેશન (Oxygen tank installed) કરાયું હતું.

આ ટેન્ક થકી દર્દીઓને ઓક્સીજનનો પુરવઠો નિયમિત રૂપે મળી રહેશે. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલની બાજુમાં 13 હજાર લીટરની ટેન્ક ઉભી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે સમયે વૃક્ષોની (cropped Trees) કાપણી બદલ11 હજારનો (Fine of 11,000 rupess) દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

સુરતમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. શહેરનીજનો કોરોનાના સકંજામાં ફસાઈ રહ્યા છે. અને આવા સમયમાં શહેરમાં આરોગ્યને લગતા સાધનોની જરૂરીયાત વધી જાય છે. માત્ર સુરત શહેરમાં જ 6 હજારથી વધુ કેસો નોંધાઈ ચુક્યા છે. જેને લઈને  રાજય સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. છેલ્લા કેટલાક દિવસથી અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવી સુરતમાં છે. અને સમગ્ર કામગીરી પર નિરક્ષણ રાખી રહ્યા છે.

આ પણ વાંચો :  સુરત : 24 કલાકમાં રેકોર્ડબ્રેક 260 વ્યક્તિને Corona ચોંટ્યો, 159 વિસ્તારો કોરોના હોટસ્પોટ

ત્યારે રાજય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટેના તમામ સાધન-સરંજામ પુરા પાડવામાં કામગીરી યુધ્ધના ધોરણે કરાઇ રહી છે. જે હેઠળ સિવિલ ખાતે 13000 કિલો લિટરની અત્યાધુનિક ઓકિસજન ટેન્કનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું.

ઓકિસજન ટેન્ક થકી દર્દીઓને વધુ પુરતા પ્રમાણ ઓકિસજનનો પુરવઠો નિયમિત મળતો રહેશે. નર્સિંગ કોલેજ સામે આ ટેન્ક ઇન્સ્ટોલ કરાઇ છે. આ ટેન્ક દ્વારા ઓકિસજનનો ફલો સતત ઉપલબ્ધ રહે છે. ટેન્કમાં રહેલો ઓકિસજન રિઝર્વ લેવલ પર પહોંચે ત્યારે ટેન્કની ડિઝીટલ સિસ્ટમ દ્વારા કંપનીને મેસેજ પહોંચી જાય છે. જેનાથી કંપની દ્વારા રિફિલિંગની કામગીરી સત્વરે હાથ ધરાય છે.


આ ટેન્ક આગામી બેથી ત્રણ દિવસમાં કાર્યરત થઈ જશે. અત્યાધૂનિક ઓક્સિજન ટેન્કના ઈન્સ્ટોલેશન પ્રસંગે કોવિડ-19 ખાસ અધિકારી મહેન્દ્ર પટેલ, ડો.નિમેશ વર્મા, એન્જિનીયર તથા પી.આઈ.યુના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના દર્દી માટે સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. ત્યારે અહીંયા દાખલ દર્દી સંખ્યામાં સતત વધારોથી રહ્યો  છે.

આ પણ વાંચો :   સુરત : વ્યાજે ફેરવવા આપેલા રૂ. ૨૫ લાખની વસુલાત માટે ફાયનાન્સર દ્વારા મહિલાના અપહરણનો પ્રયાસ

ત્યારે દર્દી ઓક્સિજન જરૂર વધુ હોવાના કારણે હોસ્પિટલની બાજુમાં 13 હજાર લીટરની ટેન્ક ઉભી કરવાનું જ્યારે નક્કી કરવામાં આવ્યું હતું. જોકે તેના લઈએં અનેક વૃક્ષોની કાપણી કરવામાં આવી હતી. જો કે આ મામલે જાગૃત નાગરિકની ફરિયાદ બાદ તંત્ર દ્વારા હોસ્પિટલને 11 હજાર રૂપિયાનો દંડ સાથે કપાયેલા વૃક્ષના બદલામાં નવા વૃક્ષો વાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો.
Published by: Jay Mishra
First published: July 7, 2020, 4:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading