Home /News /south-gujarat /

સુરતમાં Coronaનો હાહાકાર! 24 કલાકમાં વધુ 67 Case, રહીશોમાં ફફડાટ, જાણો - ક્યાં કેટલા કેસ નોંધાયા?

સુરતમાં Coronaનો હાહાકાર! 24 કલાકમાં વધુ 67 Case, રહીશોમાં ફફડાટ, જાણો - ક્યાં કેટલા કેસ નોંધાયા?

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 67 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 53 જયારે ગ્રામીણ વિસ્તારમાં 14 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 2745 પર પહોંચી છે, જયારે આજે 3 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 102 પર પહોંચ્યો છે, તેવામાં આજે 93 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 67 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 53 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 2514 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 14 કેસ સાથે દર્દી સંખ્યા 231 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 2745 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 3 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 102 થયો છે. જેમાંથી બે મૃત્યુ જિલ્લાના છે અને 100 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 87 જ્યારે જિલ્લામાં આજે 6 દર્દી રજા આપતા, કુલ 93 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1839 થઈ છે. જેમાંથી જિલ્લાના 123 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 4, વરાછા એ ઝોનમાં 5, વરાછા બી 4 રાંદેર ઝોન 1, કતારગામ ઝોનમાં 23, લીબાયત ઝોનમાં 8, ઉધના ઝોનમાં 6 અને અથવા ઝોનમાં 2 કેસ નોંધાયા.

જોકે કતારગામ ઝોનમાં ગતરોજ જેટલા દર્દી નોંધાયા હતા, એટલા દર્દી આજે પણ નોંધાયા છે. ત્યારે તંત્ર દ્વારા સતત લોકોને સૂચના આપવા છતાંય લોકો ગાઈડ લાઇનનું પાલન નથી કરતા જેને લઈએં તંત્ર દ્વારા આગામી દિવસ ગાઈડ લાઇન ને લઈએં લાલ આંખ કરવામાં આવે તેવું લાગી રહ્યુ છે. છેલ્લા 10 દિવસથી સતત સુરતમાં દર્દી સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

જ્યારે આજે સુરત ગ્રામ્ય વિસ્તારમાં ચોયાસી 4, ઓલપાડ 4, કામરેજ 5 માંગરોળ 1 કેસ મળી આવિયા છે ત્યારે બે દિવસ પહેલા જિલ્લા દર્દી સંખ્યા વાઢિયા બાદ આજે પણ વાળું દર્દી નોંધાતા જિલ્લા આરોગ્ય સતર્ક બન્યું છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat coronavirus updates, Surat covid cases

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन