સુરતઃ કોરોનાકાળના (coronavirus) પ્રારંભથી જ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં (New civil hospital) 837 તબીબો અને 609 નર્સ 24 કલાક કોવિડ વોર્ડમાં પોતાની ફરજ બજાવી કર્તવ્ય નિભાવી રહ્યા છે. ફરજ દરમિયાન સિવિલના 135 તબીબો અને 92 નર્સો કોરોના સંક્રમિત થયા હતા, જે પૈકી 125 તબીબો અને 88 નર્સો કોરોને મ્હાત આપી, પોતાની ફરજમાં જોડાયા છે.
સિવિલના કોવિડ વોર્ડમાં પ્રધ્યાપક અને વડા તરીકે ફરજ બજાવતા ડો.ટવીંકલ પટેલ દર્દીઓની સારવાર કરતાં તા.8મી જુને કોરોના લક્ષણો જણાતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. સ્વસ્થ થઇ પુનઃ ફરજમાં જોડાયા છે. મારા જેવા કેટલાય ડોક્ટરો, નર્સો, સફાઇકર્મચારી, વોર્ડબોય કોરોના દર્દીની સેવા કરતા સંક્રમિત થયા અને સ્વસ્થ થઇ ફરજમાં જોડાયા છે.
નિવાસી તબીબ તરીકે ફરજ બજાવતા ડો.શ્વેતાનો 4થી જુનના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા 17 દિવસની સારવાર બાદ કોરોના મુકત થઇ ફરજ પર હાજર થયા હતા. લોકોને સંદેશો આપતા તેઓ કહે છે કે, હમારી હેલ્થ હમારે હી હાથો મે હૈ. સૌ ડોકટરો કોરોનાની સામે લડત ચાલુ રાખીશું. ડો.શાંભવી વર્મા કોરોનાને મ્હાત આપી ફરી દર્દીઓની સેવામાં કાર્યરત છે.
પીએમએસ ડિપાર્ટમેન્ટ, નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતાં ડો. વર્મા કહે છે કે, હું પીપીઈ કિટ, સેનિટાઈઝર, ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, હેન્ડ ગ્લોવ્ઝ સહિતની કાળજી રાખવાં છતાં પણ કોરોના સંક્રમણના શિકાર થઈએ છીએ, ત્યારે આમ નાગરિકોએ શક્ય તેટલી સાવધાની રાખી આરોગ્ય તંત્ર અને સરકારને સહકાર આપી વૈશ્વિક મહામારીનો વ્યાપ રોકવા સૌએ સંકલ્પબદ્ધ થવું જરૂરી છે.
નવી સિવિલમાં જોઈએ તો 53 સિનિયર રેસિડન્ટ ડોક્ટરો, 376 જુનિયર રેસિડન્ટ ડોક્ટરો, 84 નોન ક્લિનિકલ એક્ષપટ ડોક્ટર, 10 માઇક્રો બોયોલોજીના, 177 એક્ષપટ ક્લિનિકલક્ષેત્રના, 137 ઈન્ટન ડોકટરો મળી 837 ડોકટરો સેવા આપી રહ્યા છે. જેમાંથી 135 ડોકટરો સંક્રમિત થયા હતા જે પૈકી 125 કોરોનાને મ્હાત આપી ફરી પાછા ફરજ પર જોડાયા છે. જયારે 10 ડોકટરો સારવાર લઈ રહ્યા છે. જયારે નર્સીંગ સ્ટાફની વાત કરીએ તો 609 નર્સ પૈકી 92 નર્સ કોરોના સંક્રમિત થઈ હતી તે પૈકી 88 સ્વસ્થ થઈ ફરજ પર પરત ફર્યા છે. જયારે બે નર્સ સારવાર લઈ રહ્યા છે જયારે બે નર્સનું મૃત્યૃ થયું છે.
કોરોના ટેસ્ટિંગ સમયે લોકોના સરનામા અને મોબાઇલ નંબરો ખોટાઃ મનપા હવે આઇડી પ્રૂફ મેળવશે
કોવિડ પોઝિટિવ વ્યક્તિઓમાં હજુ પણ તંત્ર દ્વારા બળજબરીપૂર્વક હોસ્પિટલોમાં દાખલ કરી દેવાતાં હોવાની અને બિનજરૂરી ક્વોરેન્ટાઇન કરવાની ફરજ પડાતી હોવાની ગેરસમજ પ્રવર્તી રહી છે. પોઝિટિવ કેસોના ક્લોઝ કોન્ટેક્ટમાં રહેલ તથા શંકાસ્પદ લક્ષણો ધરાવતાં લોકોના કોવિડ-19ના ટેસ્ટિંગ સમયે ટેસ્ટિંગ કરાવનાર વ્યક્તિઓ દ્વારા રહેઠાંણની વિગતો ખોટી આપવામાં આવતી હોવાના સંખ્યાબંધ કિસ્સાઓ ધ્યાને આવ્યા છે. પરિણામે તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઇ ટેસ્ટિંગ કરાવવા આવતા વ્યક્તિઓના આઇડી પ્રૂફ ફરજિયાત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર