મિત્ર પાસે ઉછીના લીધેલ રૂપિયા મિત્રએ માંગતા તેની હત્યા કરીને આજીવન કેદની સજા ભોગવતો આરોપી પેરોલ પર છૂટીને પરત જેલમાં હજાર નહી થઈને ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે બાતમીના આધારે આરોપીને તેના વતન ઓડીસાથી માછલી વેચવા બેસેલ હતો તે સમયે 12 વર્ષ બાદ ઝડપી પાડવામાં સફળતા મળી છે.
સુરતના હજીરા વિસ્તારમાં છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા મહિન્દ્ર નામના મજુરે તેની સાથે રહેતા મૂળ ઓડિસાના ખુરદા જિલ્લાના મંગલા ગામના વતની ક્લિગા બહેરાને ઉછીના રૂપિયા આપ્યા હતા. જોકે મહિન્દ્રએ આ રૂપિયા પાછા માંગતા આવેશમાં આવેલા ક્લિગા બહેરાએ પોતાના મિત્રની 20.12.2012 મોરાગામ શીતળ સિનેમા સામે હત્યા કરી નાખી હતી.
આ ઘટના બાદ ઇચ્છપોર પોલીસે આરોપી કલિંગા બહેરાની ધરપકડ કરી હતી અને જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસમાં નામદાર કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી, ત્યારબાદ આરોપી વડોદરાની જેલમાં હતો.
જોકે આરોપીએ પોતાના સામાજિક કામ માટે જેલમાં વચલા ગાળાના 25 દિવસના જમીન માંગ્યા હતા. 1-7-2008 થી 27-7-2008 સુધીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. કેદીએ તારીખ 28-7-2008ના રોજ વડોદરાની જેલ પર હજાર થવાનું હોવા છતાં, હજાર નહિ થતા પોલીસે સુરતમાં તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
આરોપી ત્યારબાદ પોલીસથી સતત ભાગતો ફરતો હતો, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, આરોપી તેના વતનમાં માછલી વેચવા માટે એક જગ્યા પર આવે છે. આ બાતમીના આધારે પોલીસે વોચ કરીને આરોપીને તેના વતન ઓડિસા ખાતે જઈને ઝડપી પડ્યો હતો અને સુરત ખાતે લાવીને જરૂરી કાર્યવાહી કરી 12 વર્ષ બાદ વડોદરા મધ્ય જેલ ખાતે મોકલી આપ્યો હતો.