સુરતઃ 12 વર્ષના ભવ્યએ લીધી દીક્ષા, ફરારી કારમાં નીકળ્યો વરઘોડો

News18 Gujarati
Updated: April 19, 2018, 6:09 PM IST
સુરતઃ 12 વર્ષના ભવ્યએ લીધી દીક્ષા, ફરારી કારમાં નીકળ્યો વરઘોડો

  • Share this:
સુરતમાં હીરા વેપારી દીપેશ શાહના 12 વર્ષીય પુત્ર ભવ્ય શાહે આજે સુરત ખાતે દીક્ષા લીધી હતી. ભવ્ય શાહે આજે ઉમરા ખાતે આવેલા જૈન સંઘમાં આચાર્ય રશ્મિરત્ન સુરીની નિશ્રામાં દીક્ષા લીધી હતી. નોંધનીય છે કે દીપેશ શાહની પુત્રી પ્રિયાંશીએ પણ 12 વર્ષની ઉંમરમાં આજથી ચાર વર્ષ પહેલા દીક્ષા લીધી હતી.

આજે દીક્ષા લેનાર ભવ્ય શાહ ધોરણમાં સાતમાં અભ્યાસ કરતો હતો. દીપેશ શાહના પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી છે. ભવ્યએ નાની ઉંમરમાં જ દીક્ષા લીધી છે. દીક્ષાના મુહૂર્ત માટે ભવ્યના પિતા ફરારા કારમાં શોભાયાત્રા કાઢીને દેરાસર ગયા હતા.

બુધવારે નીકળ્યો હતો વરઘોડો

ગુરુવારે દીક્ષા લીધા પહેલા બુધવારે સાંજ 12 વર્ષના ભવ્ય શાહનો વર્ષીદાન વરઘોડા નીકળ્યો હતો. શાહી ઠાઠ સાથે આ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ભવ્ય શોભાયાત્રામાં રાજવીઠાઠ જોવા મળ્યો હતો. આ વરઘોડામાં મોટી સંખ્યામાં જૈનો હાજર રહ્યા હતા. ખાસ વાત એ હતી કે આ વરઘોડો બાહુબલીની થીમ પર કાઢવામાં આવ્યો હતો. સુરતના રસ્તા પર જ્યારે આ વરઘોડો નીકળ્યો ત્યારે હજારો લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા.

મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

આજે ભવ્ય ગાંધીના દીક્ષા સમારંભ વખતે તેમના પરિવારના સભ્યો સહિત મોટી સંખ્યામાં જૌન ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય દીક્ષા લે એ પહેલા ફરાર ગાડીમાં તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
First published: April 19, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading