સુરત : વરાછા-કતારગામમાં પાલિકાની ટીમો ત્રાટકી, Coronaની ગાઇડલાઇનનો ભંગ કરનાર હીરાના 12 યુનિટ સીલ

સુરત : વરાછા-કતારગામમાં પાલિકાની ટીમો ત્રાટકી, Coronaની ગાઇડલાઇનનો ભંગ કરનાર હીરાના 12 યુનિટ સીલ
હીરા ઉદ્યોગનો દુષ્કાળમાં અધિકમાસ જેવી સ્થિતિ, માંડમાંડ કારખાના શરૂ થયા ત્યાં સોશિયલ ડિસ્ટન્સના નિયમો ભંગ કરતા ગાજ પડી

હીરા ઉદ્યોગનો દુષ્કાળમાં અધિકમાસ જેવી સ્થિતિ, માંડમાંડ કારખાના શરૂ થયા ત્યાં સોશિયલ ડિસ્ટન્સના નિયમો ભંગ કરતા ગાજ પડી

  • Share this:
કોરોના મહામારી વચ્ચે સતત કોરોનાનું સક્ર્મણ હીરા ઉધોગમાં સૌથી વધુ આવતું હતું. જોકે મનપા દ્વારા કોરોના ગાઇડલાઇન વચ્ચે હીરા ઉધોગ શરુ કરવાની છૂટ આપી હતી. પણ હજુ પણ લોકો કોરોનાની ગાઈડલાઇનનું પાલન નથી કરતા ત્યારે આવી રીતે ગાઈડ લાઇન પાલન નહિ કરનાર સુરતના કતારગામ અને વરાછા ના 12 જેટલા હીરા યુનિટોને મનપા દ્વારા  ગતરોજ સીલ કરવામાં આવ્યા છે.

કોરોના મહામારી વચ્ચે સુરતનાં હીરા ઉધોગમાં સક્ર્મણનું સૌથી મોટું કેન્દ્ર બનતા તંત્ર દ્વારા હીરા ઉધોગ બંધ કરવાની નોબત આવી હતી. જોકે તંત્ર દ્વારા હીરા ઉધોગ માટે ખાસ ગાઈડ લાઇન નક્કી કર્યા બાદ તેને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જેમાં એક હીરા ની ઘંટી પર બે કારીગર સાથે તમામ કારીગર એન્ટીજન ટેસ્ટ  વગર કારીગરોને કામે ન આવવા દેવાની સૂચના હતી.આ પણ વાંચો ;   સુરત : “મેરી મરને કી વજહ મેરી પત્ની સરીતા હે”, વેપારીના આપઘાત બાદ પત્નીની ધરપકડ 

ત્યારે આ નવી ગાઇડલાઇનનો કડકપ અમલ કરાવવા માટે મનપા દ્વારા ગતરોજ  સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં  કતારગામ અને વરાછાના 12 ડાયમંડ યુનિટ માં  . પાલિકા દ્વારા કોવિડ-19ને લઇ ટેક્ષટાઇલ માર્કેટો અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ રાખવા એસ.ઓ.પી બનાવી છે. આ ગાઇડલાઇનનું પાલન નહિ થતું હોવાનું સામે આવ્યુ હતું.

આ યુનિટો પર સપાટો બોલ્યો

જેમાં  ભવાની ઇમ્પેક્ષ, જયંતિલાલ એન્ડ કાુ, રામદેવ ઇમ્પેક્ષ, ઇશ્વર માંગુકીયાનું ખાતુ, ભવાની ડાયમંડ, હીર ડાયમંડ તથા વીર મેન્યુપેક્ચરીંગમાં ગાઇડલાઇનનું પાલન થતું ન હોઇ બંધ કરાવવામાં આવ્યા છે. જ્યારે વરાછા ઝોનમાં સર્વે કરવામાં આવેલા 11 ડાયમંડ યુનિટ પૈકી ધોળકીયા જેમ્સ, શીવ ડાયમંડ, સનસ્ટાર ડાયમંડ, રમેશ પડસાલાનું ખાતું, અરવિંદ સભાડીયાને બંધ કરાવ્યું હતું. આ તમામ ડાયમંડ યુનિટોમાં કારીગરોના એન્ટીજન ટેસ્ટ કરાવવામાં ન આવ્યા હોવાથી બંધ કરાવ્યા છે.

જ્યારે વરાછાની ડાયમંડ યુનિટને 15 હજારનો દંડ ફટકારાયો છે. મ્યુ.કમિશનરે તમામ ઇન્ડસ્ટ્રીઝને કારીગરોના એન્ટીજન ટેસ્ટ કરાવીને ફરજ પર રાખવા આદેશ કર્યો હતો. તેમ છતાં હજુ કેટલાક યુનિટો બેદરકારી દાખવી રહ્યા છે જોકે આટલી સૂચના બાદ પણ કોરોના ગાઈડ લાઇન પાલનન નથી કરવામાં આવી રહ્યુ ત્યારે આગામી દિવસ માં તંત્ર દ્વારા આ મામલે કડક પાયે કાર્યવાહી પણ કરવાની ત્યારી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો ;  અમદાવાદ : જુગારધામમાં દરોડા પડતા નાસભાગ, પોલીસના ધક્કાના કારણે આધેડનું મોત નીપજ્યું હોવાનો આરોપ
Published by:Jay Mishra
First published:August 09, 2020, 14:33 pm

ટૉપ ન્યૂઝ