સુરતમાં Coronaનો કહેર યથાવત, 24 કલાકમાં વધુ 270 પોઝિટિવ કેસ, જાણો કયા વિસ્તારમાં કેટલા કેસ


Updated: July 11, 2020, 10:11 PM IST
સુરતમાં Coronaનો કહેર યથાવત, 24 કલાકમાં વધુ 270 પોઝિટિવ કેસ, જાણો કયા વિસ્તારમાં કેટલા કેસ
પ્રતિકાત્મક તસવીર

સુરત શહેર બાદ ધીમે-ધીમે જિલ્લામાં પણ કોરોના વાયરસના કેસ વધતા આરોગ્ય તંત્રની ચિંતા વધી ગઈ છે.

  • Share this:
સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 270 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 180 જયારે ગ્રામીણ વિસ્તારમાં 90 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 8121 પર પહોંચી છે, જયારે આજે 14 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 324 પર પહોંચ્યો છે, તેવામાં આજે 175 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 270 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 180 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 6907 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 90 કેસ સાથે દર્દી સંખ્યા 1214 પર પહોંચી છે. કુલ દર્દી સંખ્યા 8121 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 14 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 324 થયો છે. જેમાંથી 35 મૃત્યુ જિલ્લાના છે અને 289 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 142 જ્યારે જિલ્લામાં આજે 33 દર્દીને રજા આપતા, કુલ 175 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 4829 જેમાં ગ્રામીણ વિસ્તારના 527 દર્દી છે

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 16, વરાછા એ ઝોનમાં 28, વરાછા બી 26, રાંદેર ઝોન 25, કતારગામ ઝોનમાં 40, લીંબાયત ઝોનમાં 16, ઉધના ઝોનમાં 9, અને અથવા ઝોનમાં 20 કેસ નોંધાયા.

આ પણ વાંચોસુરત: બ્રિજ પરથી મહિલાએ 20 દિવસના પુત્ર સાથે નદીમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો, બાળકની શોધ ચાલુ

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં આજે વધુ દર્દી નોંધાયા છે સાથે વરાછા બી ઝોન અને રાંદેર ઝોનમાં સાથે અથવા ઝોનમાં પણ દર્દીમાં પણ દર્દીમાં ઉછાળો આવ્યો છે. સેન્ટર અને અથવા લીંબાયત પણ દર્દી માં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જો જિલ્લાની વાત કરીએ તો, જિલ્લામાં ચોર્યાસી 14, ઓલપાડ 12, કામરેજ 12, પલસાણા 17, બારડોલી 12, માંડવી 3, મહુવા 5, માંગરોળ 9, અને ઉમરપાડામાં 6, કેસ નોંધાતા જિલ્લામાં સતત કેસ વધી રહ્યા છે. પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાઇરસ આવ્યા બાદ, સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by: kiran mehta
First published: July 11, 2020, 9:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading