સુરત: તંત્રની ઊંઘ હરામ, 24 કલાકમાં વધુ 269ને ચોંટ્યો Corona, વરાછા - કતારગામની ચિંતા વધી


Updated: July 10, 2020, 10:16 PM IST
સુરત: તંત્રની ઊંઘ હરામ, 24 કલાકમાં વધુ 269ને ચોંટ્યો Corona, વરાછા - કતારગામની ચિંતા વધી
પ્રતિકાત્મક તસવીર

કતારગામ ઝોનમાં આજે વધુ દર્દી નોંધાયા છે સાથે વરાછા બી ઝોન અને રાંદેર ઝોનમાં સાથે અથવા ઝોનમાં પણ દર્દીમાં પણ દર્દીમાં ઉછાળો આવ્યો છે

  • Share this:
સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 269 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 202 જયારે ગ્રામીણ વિસ્તારમાં 67 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 7851 પર પહોંચી છે, જયારે આજે 14 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 310 પર પહોંચ્યો છે, તેવામાં આજે 166 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 269 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 202 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 6727, જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 67 કેસ સાથે દર્દી સંખ્યા 1124 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 7851 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 14 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 310 થયો છે. જેમાંથી 35 મૃત્યુ જિલ્લાના છે અને 275 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 132 જ્યારે જિલ્લામાં આજે 34 દર્દીને રજા આપતા, કુલ 166 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 4654 જેમાં ગ્રામીય વિસ્તારના 527 દર્દી છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 19, વરાછા એ ઝોનમાં 33. વરાછા બી 32 રાંદેર ઝોન 30 કતારગામ ઝોનમાં 52 લીબાયત ઝોનમાં 13, ઉધના ઝોનમાં 4 અને અથવા ઝોનમાં 19 કેસ નોંધાયા. જોકે ગતરોજ કતારગામ ઝોનમાં આજે વધુ દર્દી નોંધાયા છે સાથે વરાછા બી ઝોન અને રાંદેર ઝોનમાં સાથે અથવા ઝોનમાં પણ દર્દીમાં પણ દર્દીમાં ઉછાળો આવ્યો છે સેન્ટર અને અથવા લીબાયત પણ દર્દીમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જોકે જિલ્લામાં ચોર્યાસી 5, ઓલપાડ 4, કામરેજ 16, પલસાણા 15, બારડોલી 12, માંડવી 3 ને માંગરોળ 2, કેસ નોંધાતા જિલ્લામાં સતત કેસ વધી રહ્યા છે. પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાઇરસ આવ્યા બાદ, સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by: kiran mehta
First published: July 10, 2020, 8:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading