સુરતઃ માતા-પિતાની મંજૂરી વગર પ્રેમલગ્ન નહીં, 10,000 યુવાઓ લેશે શપથ

News18 Gujarati
Updated: February 12, 2019, 1:16 PM IST
સુરતઃ માતા-પિતાની મંજૂરી વગર પ્રેમલગ્ન નહીં, 10,000 યુવાઓ લેશે શપથ
પ્રતિકાત્મક તસવીર

વેલેનટાઇન્સ ડેના દિવસે 10000 યુવક યુવતીઓ માતા પિતાની મંજૂરી વગર પ્રેમ લગ્ન નહીં કરવાના શપથ ગ્રહણ કરશે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ યુવાન હૈયાઓના મનગમતા વેલેનટાઇન્સ ડે આડે ગણતરીના દિવસો બચ્યા છે. ત્યારે યુવાન હૈયામાં પ્રિય પાત્ર સમક્ષ પ્રેમ વ્યક્ત કરવા માટે આતૂર બન્યા છે. તો બીજી તરફ કેટલાક સંગઠનો આ ડેના વિરોધ કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે. આવા વાતાવરણમાં સુરતમાં એક શપથ સમારોહ થવા જઇ રહ્યો છે. જેમાં હજારોની સંખ્યામાં યુવક યુવતીઓ માતા પિતાની મંજૂરી વગર પ્રેમ લગ્ન નહીં કરવાના શપથ ગ્રહણ કરશે. પોતાની રિલેશનશિપને ખતમ કરવી પડે તો પણ કરશે.

હાસ્યમેવ જયતે નામથી ઓર્ગેનાઇઝેશન ચલાવતા લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાળાએ આ ખાસ ઇવેન્ટનું આયોજન કર્યું છે. જેમાં સ્કૂલો અને કોલેજના છોકરા તથા છોકરીઓ શપથ લેશે કે જો તેમના માતા-પિતાને લવ મેરેજ સામે વાંધો હોય તો તેઓ પ્રેમી સાથે લગ્ન નહીં કરે.

મસાલાવાળાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં સમયમાં યુવાનો પ્રેમમાં પડીને આવેગમાં લગ્નનો નિર્ણય લઇ લે છે. કેટલાક તો ઘરેથી ભાગીને લગ્ન કરે છે, પરંતુ આવા રિલેશન લાંબો સમય ટકતા નથી. અમે ઇચ્છીએ છીએ કે જીવનમાં જ્યારે લગ્નનો નિર્ણય લેવાની વાત આવે ત્યારે બાળકો તેમના માતા-પિતાની સલાહ લે.

આ ઇવેન્ટ સુરતની 15 જેટલી સ્કૂલો અને લોકેજોમાં યોજવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ શપથ લેશે. આ સ્કૂલોમાં પાલનપુર પાટિયા પાસે આવેલી સંસ્કાર ભારતી અડાજણની પ્રેસિડેન્સી હાઇ સ્કૂલ, સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ, સ્વામિનારાયણ એમ.વી વિદ્યાલય, સન ગ્રેસ વિદ્યાલય,વારાછાની નવચેતના વિદ્યાલય અને જ્ઞાન ગંગા વિદ્યાલયનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ-નાપાસ થવાના જરથી આપઘાતનાં વિચારો આવે છે ? તો આ નબંર પર ફોન કરો

આ ઇવેન્ટના અન્ય ઓર્ગેનાઇઝર કવિ મુકુલ ચોક્સીએ ખાસ શપથ લખી છે. તેઓ જણાવે છે કે, ઘણા યુવાનો જ્યારે માતા-પિતા તેમના લવ મેરેજ વિરુદ્ધ વાંધો ઉઠાવે ત્યારે સામે થતાં હોય છે. તો પેરેન્ટસની સલાહનું મહત્વ અને વાંધો ઉઠાવવા પાછળનું કારણ સમજતા નથી. શપથ લીધા બાદ આ વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતાની ફિલિંગ્સને સારી રીતે સમજશે.
First published: February 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading