કિર્તેષ પટેલ, સુરત: સુરત એરપોર્ટ પરથી નેપાળ એમ્બેસીના બોગસ એનઓસી સાથે નેપાળી યુવક-યુવતી ઝડપાયા હતા. જેમને ડુમસ પોલીસે કોર્ટમાં રજૂ કરીને નેપાળીના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે યુવતીને કસ્ટડીમાં મોકલી અપાઇ હતી. પ્રાથમિક તપાસમાંતેઓએદિલ્હીના સંગમ ચોક ખાતે અનંત વિહારમાં રહેતા સચિન શ્રેષ્ઠ નામના યુવક પાસેથી બોગસ સર્ટિફિકેટ બનાવડાવ્યા હોવાની કેફિયત રજૂ કરી હતી. જેને પગલે પોલીસે તે દિશામાં તપાસ કેન્દ્રિત કરી છે.
ડુમસ પોલીસની એક ટીમ સચિનની તપાસમાં દિલ્હી જનાર છે. ઇન્ટનેશનલ ફ્લાઇટ શરૂ થતા જ શારજાહ જવા માટે નેપાળ એમ્બેસીના બોગસ એનઓસી સાથે પરાજુલી ઇશ્વર પદ્માપ્રસાદ (ઉ.વ.30, રહે. ભુમલુ સાલ્લે, કવરે, પાલનચોક, નેપાળ) અને રાય બિમલાબેન નારાયણદાસ (ઉં.વ.48, રહે. મહાલક્ષ્મી લલીતપુર નેપાળ) પોલીસના હાથે આબાદ ઝડપાઇ ગયા હતા.
પોલીસ સુત્રો જણાવ્યું હતું કે, દિલ્હીના સચિન ઉપરાંત પોલીસે આ કેસમાં સચિન ઉપરાંત પોલીસે આ કેસમાં અન્ય કોઇની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. આ સર્ટિફિકેટ અગાઉ તેમણે ક્યાં ઉપયોગ કર્યો છે. તેમજ આ પ્રકારના સર્ટિફિકેટ અગાઉ પણ બનાવ્યાં હતા કે કેમ સહિતની તપાસ પોલીસે શરૂ કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર