સુરત : 24 કલાકમાં રેકોર્ડબ્રેક 220 કેસ Corona પોઝિટિવ, 7નાં મોત,જાણો ક્યાં વધુ ચેપ ફેલાયો

સુરત : 24 કલાકમાં રેકોર્ડબ્રેક 220 કેસ Corona પોઝિટિવ, 7નાં મોત,જાણો ક્યાં વધુ ચેપ ફેલાયો
સુરત : છેલ્લા 5 દિવસમાં સુરતમાં કોરોના વાયરસે 1000થી વધુ દર્દીઓને ચેપગ્રસ્ત કર્યા છે

વરાછા અને કતારગામમાં ચિતાં વધી, આજે મ્યુનિસિપિલ કમિશનરે કહ્યું હતું કે તાવ હોય અને કામે આવતા હોય તેવા રત્નકલાકારોથી ચિંતા વધી હતી.

  • Share this:
સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 220 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 180 જયારે ગ્રામીણ વિસ્તારમાં  40 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 5480 પર પહોંચી છે, જયારે આજે 7 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 201 પર પહોંચ્યો છે, તેવામાં આજે 144દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 220 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 180  કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 4893 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 40  કેસ સાથે દર્દી સંખ્યા 587 પર પહોંચી છે.કુલ દર્દી સંખ્યા 5480 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 7દર્દીનાં કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 201 થયો છે. જેમાંથી 19 મૃત્યુ જિલ્લાના છે અને 182 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 124જ્યારે જિલ્લામાં આજે 20 દર્દીને રજા આપતા, કુલ 144 ત્દર્દીઓ   કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3389 થઈ છે. જેમાંથી જિલ્લાના 307 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

આ પણ વાંચો :   રાજ્યમાં 24 કલાકમાં Corona ના 675 કેસ નોંધાયા, 21 દર્દીનાં મોત

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 19, વરાછા એ ઝોનમાં 19. વરાછા બી 20 રાંદેર ઝોન 25, કતારગામ ઝોનમાં 53, લીબાયત ઝોનમાં 10, ઉધના ઝોનમાં10 અને અથવા ઝોનમાં 24 કેસ નોંધાયા.જોકે ગતરોજ કતારગામ ઝોનમાં આજે વધુ દર્દી નોંધાયા છે સાથે   વરાછા બી ઝોન અને રાંદેર ઝોનમાં સાથે અથવા ઝોનમાં પણ દર્દી માં પણ દર્દી માં ઉછાળો આવીયો છે સેન્ટર અને અથવા લીબાયત  પણ દર્દી માં સતત વધારો થઇ રહીયો છે  ત્યારે  તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે

જોકે જિલ્લામાં  ચોર્યાસી 10.ઓલપાડ 3, કામરેજ 18,પલસાણા 4. બારડોલી 3. અને મહુવા  2  કેસ નોંધાતા જિલ્લા માં પહેલી વખત આટલા મોટા પ્રમાણ માં પોઝિટિવ કેસ સામે આવિયા છે અને તેમાં પણ  કામરેજ માં સૌથી વધુ કેસ નોંધાયા છે કોરોના વાઇરસ આવ્યા બાદ, સુરત જિલ્લા પહેલી વખત એક સાથે 3 લોકોના મોટ પણ સામે આવિયા છે સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ   પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.

આ પણ વાંચો :  રાજ્યમાં 24 કલાકમાં Corona ના 675 કેસ નોંધાયા, 21 દર્દીનાં મોત

આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા

દરમિયાન સુરતમાં કોરોના વાયરસની વકરતી સ્થિતિને ધ્યાનમાં રાખતા આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા હતા. તેમણે સુરતમાં સિવિલમાં નવો ટાવર નાખવાની સાથે અન્ય કેટલાક સૂચનો આપ્યા હતા.  આ ઉપરાંત તેમણે હોટસ્પોટ કતારગામની મુલાકાત પણ લીધી હતી.
Published by:Jay Mishra
First published:July 01, 2020, 20:35 pm

ટૉપ ન્યૂઝ