સુરત: દોઢ કરોડની ઘડીયાળની થઈ ચોરી, ચોર cctvમાં કેદ

News18 Gujarati
Updated: February 9, 2018, 7:44 PM IST
સુરત: દોઢ કરોડની ઘડીયાળની થઈ ચોરી, ચોર cctvમાં કેદ
ખા શૉ રૂમમાં ચોરોએ માત્ર લાખોની કિંમતની ઘડિયાળોની ચોરી કરી હતી અને અન્ય ઘડિયાળોને હાથ શુધ્ધા લગાવવ્યો ન હતો...

ખા શૉ રૂમમાં ચોરોએ માત્ર લાખોની કિંમતની ઘડિયાળોની ચોરી કરી હતી અને અન્ય ઘડિયાળોને હાથ શુધ્ધા લગાવવ્યો ન હતો...

  • Share this:
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા મોટા બ્રાન્ડેડ ઘડિયાળના શો રૂમમાં કરોડો રૂપિયાની ચોરી થઈ છે. કુલ 6 ચોરોએ માત્ર 40 મિનિટમાં દોઢ કરોડના 424 લકઝરી ઘડિયાળની ચોરી કરી નાસી છૂટયા છે. એક કરોડથી પણ વધુની ચોરીના પગલે પોલીસના ઊચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા છે. શો- રૂમમાં લાગેલ સીસીટીવી ફૂટેજ મા આરોપીઓ કેદ થયા છે. ફુટેજના આધારે પોલીસે રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ખાતે પણ નાકાબંધી કરી તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો.

સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલ ટાઈટન શો રૂમમાં યોજનાબદ્ધ રીતે ચોરોએ કરોડો રૂપિયાની લકઝરી ઘડિયાળની ચોરી કરતા પોલીસની ઊંઘ ઉડાદી દીધી છે. ઘડિયાળના શો રૂમમાં છ થી આઠ તસ્કરોએ વહેલી સવારે 4.20 વાગે શો રૂમનું મેઈન શટર તોડી પ્રવેશ કર્યો હતો. કુલ 40 મિનિટ સુધી તેઓએ ચોરીની ઘટના ને અંજામ આપ્યો હતો. ચોરીની આ વારદાત શો રૂમમાં લગવવામાં આવેલા 36 સીસીટીવી કેમેરામાં કૈદ થઈ ગઈ છે. ચોરો એક-એક કરીને શૉ રૂમ ના તમામ શોકેશને નિશાન બનાવી રહ્યા હતા. જેમાં લાખો રૂપિયાની કિંમતી ઘડિયાળો શૉમાં મુકવામાં આવી હતી.

સીસીટીવીમાં સાફ દેખાય છે કે, ચોરો ચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા શૉ રૂમની રેકી પણ કરી હતી. આજ કારણ છે કે આખા શૉ રૂમમાં ચોરોએ માત્ર લાખોની કિંમતની ઘડિયાળોની ચોરી કરી હતી અને અન્ય ઘડિયાળોને હાથ શુધ્ધા લગાવવ્યો ન હતો. સુરત ડીસીપી વિધિ ચૌધરીના કહેવા પ્રમાણે ચોરોએ 424 આવા ઘડિયાળોની ચોરી કરી છે કે જેની કિંમત એક લાખથી લઈ છ લાખ સુધીની છે. ચોરોએ માત્ર લકઝરી ઘડિયાળની ચોરી કરી છે અને 6 લાખ રૂપિયાના કેશની ચોરી કરી. ચોરો સીસીટીવીમાં કૈદ થાય છે જે આધારે તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. શો રૂમના સીસીટીવી ફૂટેજ અને સડક પર લગાડવામાં આવેલ સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ મુદ્દે સુરત ઝોન-3ના ડીસીપી વીધિ ચૌધરીએ જણાવ્યું કે, હાલ આ ઘડિયાર ની દુકાન માં 1.50 કરોડની ચોરી થવા પામી છે 6થી 8 જેટલા આરોપી સીસી ટીવીમાં દેખાય છે પોલીસની અલગ અલગ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટિમ સ્ટેશન વિસ્તારની હોટલ અને ગેસ્ટ હાઉસની તપાસ શરૂ કરી છે અને પોલીસ ટુક સમયમાં આ ગુનાનો ભેદ ઉકેલી નાખશે સીસી ટીવીમાં તસ્કરો ઝઘડતા પણ દેખાય છે.
First published: February 9, 2018, 7:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading