સુરતમાં ફરી 'Corona બ્લાસ્ટ', 24 કલાકમાં વધુ 264 લોકો આવ્યા ઝપેટમાં, કતારગામ-વરાછામાં corona બેકાબુ


Updated: July 5, 2020, 8:35 PM IST
સુરતમાં ફરી 'Corona બ્લાસ્ટ', 24 કલાકમાં વધુ 264 લોકો આવ્યા ઝપેટમાં, કતારગામ-વરાછામાં corona બેકાબુ
પ્રતિકાત્મક તસવીર

ગામડામાં કેસ વધતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે

  • Share this:
સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 264 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 218 જયારે ગ્રામીણ વિસ્તારમાં 46 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 6496 પર પહોંચી છે, જયારે આજે 11 લોકોના કોરોનાથી મોત સાથે મરણઆંક 249 પર પહોંચ્યો છે, તેવામાં આજે 142 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 264 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 218 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 5693 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 46 કેસ સાથે દર્દી સંખ્યા 803 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 6496 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 11 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 249 થયો છે. જેમાંથી 27 મૃત્યુ જિલ્લાના છે અને 222 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 114 જ્યારે જિલ્લામાં આજે 28 દર્દીને રજા આપતા, કુલ 142 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3805 થઈ છે. જેમાંથી જિલ્લાના 384 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 22, વરાછા એ ઝોનમાં 35, વરાછા બી 22, રાંદેર ઝોન 36, કતારગામ ઝોનમાં 47, લીંબાયત ઝોનમાં 23, ઉધના ઝોનમાં 10 અને અથવા ઝોનમાં 25 કેસ નોંધાયા.

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં આજે વધુ દર્દી નોંધાયા છે સાથે વરાછા બી ઝોન અને રાંદેર ઝોનમાં સાથે અથવા ઝોનમાં પણ દર્દી માં પણ દર્દી માં ઉછાળો આવીયો છે સેન્ટર અને અથવા લીબાયત પણ દર્દીમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે.જોકે જિલ્લામાં ચોર્યાસી 11, ઓલપાડ 4, કામરેજ 13, પલસાણા 6, બારડોલી 4, માંગરોળ 6, અને મહુવા 2, કેસ નોંધાતા જિલ્લામાં સતત કેસ વધી રહ્યા છે. પોઝિટિવ કેસ સામે આવતા અને તેમાં પણ કામરેજ અને ચોર્યાસી આજે સૌથી વધુ કેસ નોંધાયા છે. કોરોના વાઇરસ આવ્યા બાદ, સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
First published: July 5, 2020, 8:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading